ETV Bharat / bharat

નફાકારક ખેતી માટે સોલાર શેરીંગ પદ્ધતિ - સોલાર શેરીંગ

નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઇન્ડીયા (NSEFI)ના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર, સુભ્રમન્યમ પુલીપકાએ ઇનાડુને આપેલા ઇન્ટરવ્યુમાં સોલાર એનર્જી વીશે વાત કરી હતી. જાણીએ વિશેષ અહેવાલ...

Solar energy
Solar energy
author img

By

Published : Oct 14, 2020, 7:11 PM IST

  • ખેતીની જમીન પર સોલાર પાવર પ્લાન્ટ
  • વધુ પાકનું ઉત્પાદન અને વીજળીના ખર્ચમાં પણ ઘટાડો

ન્યૂઝ ડેસ્ક: નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઇન્ડીયા (NSEFI)ના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર, સુભ્રમન્યમ પુલીપકાએ ઇનાડુને આપેલા ઇન્ટરવ્યુમાં સોલાર એનર્જી વીશે વાત કરી હતી. ખેતની જમીનનો ખેતી ઉપરાંત સોલાર એનર્જી માટે ઉપયોગ કરવાથી ખેડૂતોને વધુ આર્થિક ફાયદો મળી શકે છે. ઘણા દેશોમાં આ પ્રકારની પદ્ધતિથી ફાયદો થયો છે.

આ પદ્ધતિને ‘એગ્રીવોલ્ટેઇક્સ’ અથવા ‘એગ્રીફોટોવોલ્ટેઇક્સ’ કહેવામાં આવે છે જેને NSEFI દ્વારા વિકસીત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની અંતીમ દરખાસ્ત આગામી બે મહિનાની અંદર કેન્દ્રમાં સોંપવામાં આવશે.

ધ્યાનાકર્ષક બાબતો: દેશમાં ઉત્પાદીત થતી કુલ સૌર ઉર્જાનો 15% હિસ્સો આંધ્રપ્રદેશ અને તેલંગાણા મળીને ધરાવે છે. એક જ જમીનમાં સોલાર પાવર અને ખેત પેદાશો બંન્ને ઉત્પાદીત કરીને ખેડૂતોને ફાયદો મળે છે. રાજ્ય સરકારોએ ખેડૂતોને આ પ્રકારના ઉત્પાદન તરફ વાળવાના પ્રયાસો કરવા જોઈએ.

એગ્રીવોલ્ટીક પેદાશો: એલોવેરા, લેમનગ્રાસ, સુગંધી છોડ, ઐષધિય વનસ્પતિઓ, પાંદળાવાળા છોડ અને ફળોનુ સોલાર પેનલ્સ હેઠળ વાવેતર કરી શકાય છે. આ પેનલ્સને થોડી ઉંચાઈ પર ગોઠવીને સરસવ જેવા છોડ પણ ઉગાડી શકાય છે. ચીન, જર્મની, ફ્રાન્સ અને ઇટલીમાં ફુલગોબી, કેબેજ અને દ્રાક્ષનું આ પેનલ હેઠળ જ વાવેતર કરવામાં આવે છે. આ જમીનને ભાડા પર પણ આપી શકાય છે.

સોલાર શેરીંગ શું છે: અત્યાર સુધી સોલાર પ્લાન્ટને બીનખેતીલાયક જમીન પર જ ઉભા કરવામાં આવતા હતા. સામાન્ય રીતે સોલાર પેનલ્સની ઉંચાઈ 1 થી 1.5 ઇંચ ફીટ જેટલી હોય છે. એગ્રોફોટોવોલ્ટેઇક્સમાં વીજળી પૈદા કરવા માટે પેનલને જમીનથી 3 થી 4 ફૂટની ઉંચાઇ પર રાખવામાં આવે છે. તેની સાથે જમીન પર ખેતી પણ કરી શકાય છે. આ પ્રકારની ગોઠવણ ખેડૂતો માટે નફાકારક સાબીત થઈ શકે છે. વધારાની વીજળી તેઓ પાવર ગ્રીડને વેચીને કમાણી કરી શકે છે. આ ઉપરાંત એક ફાયદો એ પણ છે કે સોલાર ઉર્જા એ પર્યાવરણને અનુકૂળ વિકલ્પ છે. આ ઉપરાત સોલાર પાવરનું ઉત્પાદન એ પરંપરાગત પદ્ધતિઓ કરતા પ્રમાણમાં સસ્તુ પણ છે. પેનલ્સની સફાઈ માટે વપરાતા પાણીનો ઉપયોગ નીચાણ વાળા વિસ્તારના પાક માટે પણ થઈ શકે છે.

વર્ષ 2022 સુધીમાં 25,750 MW ક્ષમતાની સોલાર તેમજ અન્ય નવીનીકરણીય ઉર્જાનો ઉમેરો કરવા માટે કેન્દ્ર સરકારે ‘કીસાન ઉર્જા સુરક્ષા એવમ્ ઉત્થાન મહાભિયાન’ (પીએમ કુસુમ) યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત વીસ લાખ ઓફ-ગ્રીડ અને પંદર લાખ ઓન-ગ્રીડ પંપ સ્થાપિત કરવામાં આવશે. વર્ષ 2022 સુધીમાં 100 GW અને વર્ષ 2030 સુધીમાં 350 GW સોલાર પાવર ઉત્પાદીત કરવાનું લક્ષય કેન્દ્ર સરકાર રાખી રહી છે. જો ખેતીની જમીનનો ઉપયોગ કરવામાં આવે તો આ લક્ષય વધુ સરળતાથી સીદ્ધ થઈ શકે છે. 4 એકર જમીન 1 MW સોલાર એનર્જી ઉત્પાદીત કરી શકે છે. 1 GW માટે 4,000 એકર જમીનની જરૂરીયાત રહે છે.

સંશોધન અને અમલીકરણ: જર્મની સાથે મળીને NSFEIએ એગ્રોવોલ્ટેઇક્સ વીશે સંશોધન કર્યું છે. ખેતીની કુલ જમીનના એક ટકા જમીનનો ઉપયોગ કરીને આપણે 350 GW સોલાર એનર્જીનું ઉત્પાદન કરી શકીએ છીએ. આ પદ્ધતિના અમલીકરણ માટે અસરકારક માર્ગદર્શીકા તૈયાર કરવાની પ્રક્રીયા પણ ચાલી રહી છે. કેટલીક જગ્યાઓ પર આપણે પ્રયોગો પણ કર્યા છે. જોધપુરની સેન્ટ્રલ એરીડ ઝોન રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, એગ્રોવોલ્ટેઇક્સનો ઉપયોગ કરીને રીંગણ, પરવળ, ભીંડો તેમજ એલોવેરાનું વાવેતર કરી રહી છે. કેટલીક ખાનગી કંપનીઓ પણ આ દીશામાં આગળ વધી રહી છે. મહિન્દ્રા ગૃપ આ જ પ્રકારના એક એગ્રોવોલ્ટેઇક પ્લાન્ટનું તેલંગાણાના તંદૂરમાં સંચાલન કરી રહ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.