ETV Bharat / bharat

સોશ્યિલ મીડિયા અને COVID–19: તક કે પડકાર? - social media and covid 19

આજે લોકો માટે સંવાદનું અગત્યનું માધ્યમ સોશ્યલ મીડિયા બન્યું છે. ફેસબૂક, ટ્વીટર, વૉટ્સએપ તથા બ્લોગ વગેરેની સાઇટ્સ અને એપ્સ લોકોના રોજિંદા જીવનનો હિસ્સો બની ગયા છે. અનેક લોકો સુધી પહોંચવા માટે આ સાઇટ્સ પર ઇમેજ અને ગ્રાફિક્સ પણ બની શકે છે અને શેર થઈ શકે છે. માહિતીની આપલે થઈ શકે છે, લોકો વચ્ચે સીધો સંવાદ થઈ શકે છે અને સહભાગીઓનું સહાનુભૂતિ પણ મળી શકે છે.

social media and covid 19
સોશ્યિલ મીડિયા અને COVID–19: તક કે પડકાર?
author img

By

Published : Apr 7, 2020, 10:07 PM IST

ન્યૂઝડેસ્ક : COVID–19 જેવા મહામારીના વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયા જનતા સુધી પહોંચવાનું અગત્યનું માધ્યમ બની શકે છે. સોશ્યલ મીડિયાના ઉપયોગના ઘણા ફાયદા છે, પણ સાથોસાથ એ યાદ રાખવું રહ્યું કે તે બેધારી તલવાર જેવું પણ છે.

આ માધ્યમ પર સકારાત્મક અને આધારભૂત માહિતીની આપલે થઈ શકે છે, પણ બહુ સહેલાઈથી તેના પર અફવાઓ અને ખોટી માહિતી પણ ફેલાવી શકાય છે. તેથી આપણે શું પોસ્ટ કરીએ છીએ, શેર કરીએ છીએ કે ફોરવર્ડ કરીએ છીએ તે બાબતમાં સજાગ રહેવું પડે. છેલ્લા થોડા અઠવાડિયા દરમિયાન સોશ્યલ મીડિયા બેધારી તલવાર જેવું છે તે વધારે સ્પષ્ટ થયું છે.

સારી બાબત

સારી બાબતમાં હાથ ધોવા, સ્વચ્છતા રાખવી, એકબીજાથી અંતર રાખવું અને સેલ્ફ ક્વૉરેન્ટાઇનમાં રહેવું તે માટે પ્રોત્સાહન અને પ્રેરણા આપતા મેસેજ, ચિત્રો, વીડિયો કે ગ્રાફિક રચનાત્મક રીતે તૈયાર કરીને મૂકી શકાય છે. દાખલા તરીકે વિશ્વ આરોગ્ય સંસ્થા, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય, પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા અને ઘણી એનજીઓ 20 સેકન્ડ સુધી કઈ રીતે હાથ ધોવો તે અથવા કઈ રીતે એકબીજાથી અંતર જાળવી શકાય છે તેના મેસેજ પ્રજાને આપી રહ્યા છે.

22 માર્ચે સમગ્ર ભારતમાં લોકોએ આરોગ્ય કર્મચારીઓનો આભાર માનવા માટે વડા પ્રધાનના મેસેજ પ્રમાણે તાળી અને થાળી વગાડીને તેમને વધાવી લીધા, તેની તસવીરો અને મેસેજ પણ લાખો લોકોએ સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા. તે રીતે આરોગ્ય કર્મચારીઓને લાગ્યું કે લોકોએ તેમની કદર કરી છે.

લોકો પાસેથી ભંડોળ ઊભું કરવા માટે, અનાજ વગેરે એકઠું કરીને રોજમદાર વર્ગને પહોંચાડવા માટે પણ સોશ્યલ મીડિયાનો સહારો લેવામાં આવી રહ્યો છે. સેલિબ્રિટીઝ લૉકડાઉન પાળવા લોકોને સમજાવવા માટે વીડિયો મેસેજ મૂકી રહ્યા છે. વિજ્ઞાનીઓ, પત્રકારો, આરોગ્યના નિષ્ણાતો સરકારી નીતિઓ વિશે તથા છેલ્લામાં છેલ્લા રિપોર્ટ્સ વિશે ચર્ચાઓ કરી રહ્યા છે. ન્યૂઝ ચેનલ્સ માટે પણ સોશ્યલ મીડિયા તેમનો વ્યાપ વધારવા માટેનું માધ્યમ બને છે.

નુકસાનકારક બાબત

મુંબઈ અને કોલ્હાપુરમાં બે અલગ અલગ માણસોની ધરપકડ કરવામાં આવી છે, કેમ કે કોરોનાથી ગ્રસ્ત હોવાના દંપતિ વિશેના ખોટા ખબરો તેમણે વૉટ્સઅપ પર ફેલાવ્યા હતા. કોરોના વિશે ખોટી માહિતી ફેલાવવા બદલે કોલકાતામાં 29 વર્ષની યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. જાતે બની બેઠેલા નિષ્ણાતો કઈ રીતે ગૌમૂત્રથી બધા વાયરસ ભગાવી શકાય તેવી ગપ્પાબાજી ફેલાવવા લાગ્યા હતા.

અફવાઓ અને ખોટી માહિતી ચાર પ્રકારની હોય છે:

અપૂરતી, અધૂરી કે ખોટી માહિતી ઉપયોગી થશે એમ વિચારીને કોઈ વ્યક્તિ મૂકી દે. પોતાના ભયને કારણે આવી માહિતી તેઓ મૂકતા હોય છે, જેનો કોઈ આધાર કે પુરાવો હોતો નથી.

પોતાની માન્યતાને આધારે નુકસાનકારક માહિતી મૂકી દેવી.

લોકોને ડરાવવા માટે ઇરાદાપૂર્વક મૂકવામાં આવેલી માહિતી.

ઝડપથી બદલાતી સ્થિતિમાં જૂની, નવી સ્થિતિમાં નકામી બની ગયેલી કે ખોટી સાબિત થયેલી માહિતી મૂકી દેવી.

સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે આવી ખોટી માહિતીનો ભોગ ના બનીએ તે માટે શું કરવું જોઈએ તેના કેટલાક ઉપાયો વિચારીએ. તમે ફેસબૂક કે ટ્વીટર પર કોઈ માહિતી જુઓ અથવા કોઈએ તમને વૉટ્સઅપ પર ફોરવર્ડ કરી હોય ત્યારે માહિતી સાચી માની ના લો. તેની ખરાઈની ચકાસણી કરો કે:

1) તેનો સોર્સ કયો છે.

માહિતીનો સોર્સ કયો છે એટલે કે મૂળ કોના તરફથી માહિતી આવી છે તે જુઓ, જેથી ભરોસાપાત્ર સોર્સમાંથી માહિતી છે કે નહિ તેની ખાતરી થાય.

એ જુઓ કે લેખક તે વિષયનો નિષ્ણાત છે કે નહિ. શું અગાઉ તેણે આ વિષય પર લખેલું છે? લેખકે લખેલા અન્ય લેખો જોઈ લેવાથી પણ ફાયદો થઈ શકે છે.

બીજા ભરોસાપાત્ર સોર્સમાં આવી જ માહિતી છે કે કેમ તેની ચકાસણી કરો, જેમ કે અખબારો, ટીવી કે રેડિયોમાં તેવા ખબર આવ્યા છે કે નહિ.

શંકા હોય ત્યારે નિષ્ણાતને જ પૂછી લેવું યોગ્ય - તમને સોશ્યલ મીડિયામાં પણ નિષ્ણાત મળી જશે.

2) સમાચારની ગુણવત્તા કેવી છે

• એ ચેક કરવું જરૂરી છે કે સમાચાર હકિકતો પર આધારિત છે કે અભિપ્રાય પર.

• એ પણ ચેક કરો કે સમાચાર ખરાબ રીતે લખાયેલા અને વ્યાકરણની ભૂલો સાથેના છે કે કેમ. આ એવા ચિહ્નો છે કે ખ્યાલ આવી જાય કે પૂરતી કાળજી વિના લખાયેલા છે.

• કોઈ વિગતો વિના માત્ર ચોંકાવનારો દાવો હોય, કે સંડોવાયેલી વ્યક્તિ વિશે અપૂરતી માહિતી હોય કે, સમય અને ઘટના વિશે પણ અચોક્કસ માહિતી હોય.

• તટસ્થ વિશ્લેષણ દ્વારા સમજાવવાના બદલે વ્યક્તિનો અવાજ બહુ મક્કમતા સાથેનો અને લાગણીથી વાત ઠસાવવાનો છે કે કેમ તે ચકાસો.

3) સંદર્ભ સમજો

ફેક ન્યૂઝમાં મોટા ભાગે ચકાસી શકાય તેવા પુરાવા, પ્રતિષ્ઠિત વેબસાઇટ કે સંબંધિત માહિતી આપવામાં આવતી નથી. તેમાં એક ઉપયોગી ચકાસણી એ છે કે: જોરદાર દાવો હોય ત્યારે જોરદાર પુરાવો પણ જોઈએ. સંદર્ભ જાણવા માટે પ્રમાણભૂત સ્રોતો, ખાસ કરીને ફેક્ટ્સ અને ફિગર્સ બીજા માધ્યમથી જોઈ લેવા જોઈએ. મૌલિક સંશોધનનો દાવો થયો હોય ત્યારે ચકાસો કે સાથી વર્તુળોમાંથી તેનો રિવ્યૂ થયો છે કે નહિ અને શું તેમાં પ્રકાશિત થયા વિનાના અભ્યાસોનો આધાર લેવાયો છે કે કેમ.

ગૂગલમાં રિવર્સ ઇમેજ સર્ચમાં તસવીર સાચી કે ખોટી છે તેનો ખ્યાલ આવી શકે છે. તમારે એટલું જ કરવાનું છે કે તમારી ઇમેજને ગૂગલ ઇમેજ સર્ચમાં મૂકવાની છે અને તેના પરથી સર્ચ થતા ખ્યાલ આવે છે કે આવી જ તસવીર બીજા ક્યાં ક્યાં વપરાય છે. તેના પરથી સંદર્ભ વિના તવસીરનો ઉપયોગ થયો છે કે કેમ તેનો ખ્યાલ આવે છે.

ઘણી વાર ગૂગલમાં ટેક્સને કોપી કરીને પેસ્ટ કરીને સર્ચ કરો તો પણ તે અસલી છે કે નકલી છે તેનો ખ્યાલ આવી જાય છે. ઘણી વાર એવું બનશે કે આ મેટર ક્યાંથી ગુપચાવી છે તેનો ખ્યાલ આવી જશે. આવા સમાચારને કન્ફર્મ કરતાં કે તેને નકારતા સોર્સ પણ મળશે. જોકે તેનાથી આ જ ફેક ન્યૂઝ ફેલાવનારી બીજી નકલી વેબસાઇટ્સ પણ દેખાશે, માટે સાવધ રહેજો.

સૌથી સારો ઉપાય છે કે ફેક્ટ ચેકિંગ સાઇટ્સ જોવાનો. હવે ઘણી બધી એવી વેબસાઇટ્સ ઊભી થઈ છે જે ફેક ન્યૂઝને પકડી પાડીને તે કેવી રીતે ખોટી છે તેની માહિતી આપે છે. આવી વેબસાઇટ્સ પર જઈને તમે મળેલી માહિતી સાચી છે કે ખોટી તે પકડી પાડી શકો છો. આ બાબતમાં કેટલીક જાણીતા સાઇટ્સમાં Altnews, Media Bias/FactCheck (MBFC News), PolitiFact, Snopes, FactCheck.org અને Google Searchનો પણ સમાવેશ થાય ચે.

4) મૂલ્યાંકન કરો

ઉપર દર્શાવ્યા છે તે પગલાં લઈને અને તમે જે માહિતી એકઠી કરી હોય તેના આધારે તમે જાતે જ મૂલ્યાંકન કરી શકો છો. તમને મળેલો લેખ, મેઇલ, ફોટો કે વીડિયો વિશ્વાસપાત્ર છે કે શંકાસ્પદ છે તેનો અંદાજ તમે જાતે લગાવી શકો છો. તમને લાગે કે મળેલી માહિતી ખોટી છે તો તમને મોકલનારને પણ તેની જાણ કરો.

શ્રીવિદ્યા મુકપાલકર,
કમ્યુનિકેશન્સ પ્રોફેશનલ તરીકે લેખક પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા સાથે કામ કરે છે. જાહેર આરોગ્ય ઉપરાંત તેઓ બાળકોની ડિજિટલ દુનિયા અને આરોગ્યની માહિતીના કમ્યુનિકેશનમાં રસ ધરાવે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.