નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની 13 જૂને દિલ્હીમાં વર્ચ્યુઅલ રેલી યોજી મોદી સરકારના બીજા કાર્યકાળની અત્યાર સુધીની સિધ્ધિઓને ગણાવશે. ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ મંગળવારે આ અંગે માહિતી આપી છે. દિલ્હીમાં ભાજપની આ પ્રથમ વર્ચુઅલ રેલી હશે.
આદેશ ગુપ્તાએ કહ્યું કે, ઈરાની દિલ્હી ભાજપ કાર્યાલયથી 'દિલ્હી જન સંવાદ' વર્ચુઅલ રેલીને સંબોધન કરશે. આ રેલી સોશિયલ મીડિયા અને કેબલ ઓપરેટરો દ્વારા લગભગ 25 લાખ લોકો સુધી પહોંચશે.
તેમણે કહ્યું કે, કોરોના વાઇરસના મહામારીના પગલે, પાર્ટીના સાંસદો, ધારાસભ્યો, દિલ્હી ભાજપના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને અન્ય નેતાઓ સાશિયલ ડિસ્ટન્સ રાખવાના નિયમનું પાલન કરી, શહેરના 2 હજાર સ્થળોએ 20થી 50 લોકો સાથે વર્ચુઅલ રેલીમાં સામેલ થશે.
ગુપ્તાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, દિલ્હી ભાજપ વડાપ્રધાન મોદીનો સંદેશ અને તેમની સરકારમાં બીજા કાર્યકાળના પ્રથમ વર્ષની ઉપલબ્ધીઓને બુધવારે દિલ્હીના 15 લાખ ઘરો સુધી પહોંચાડવા અભિયાન ચલાવશે. આ માટે 2-2 કાર્યકર્તાઓ મોઢાનું માસ્ક પહેરીને દરેક લોકોના ઘરે જશે.