વીડિયોમાં સ્મૃતિએ જણાવ્યું કે, હું ઈચ્છું છું કે, તમે બધા નિશા યાદવને મળો. કારણ કે, તેની અનેક વાતો કંઈક ખાસ છે. તે માત્ર મૉડલ જ નહી, પરંતુ રાજસ્થાન વિશ્વવિદ્યાલયમાં તેણીએ LLBનું બીજું વર્ષ પૂર્ણ કર્યું છે. હાલમાં તેણીનું ત્રીજું વર્ષ ચાલી રહ્યું છે અને નિશા દિલ્હીમાં પ્રેક્ટિસ કરી રહી છે. એક મિનિટના વીડિયો ક્લિપમાં ઈરાનીએ કહ્યું કે, નિશા યાદવ શાળાના દિવસોમાં દરરોજ 6 કિલોમીટરની મુસાફરી કરતી હતી. જો કે, જ્યારે નિશાએ નાની ઉંમરે લગ્ન કરવાની ના પાડી, ત્યારે તેના પિતાએ તેને ઘરની બહાર કાઢી મુકી હતી. આ ખરાબ સમયમાં તેની બહેનોએ તેમનો સાથ આપ્યો હતો.
ભાવનાત્મક થઈ નિશાએ વીડિયોમાં કહ્યું કે, હવે પરિસ્થિતિ ઘણી સારી છે અને પિતાએ હવે અમને અપનાવી લીધા છે. તેણીએ કહ્યું કે, તેની ચાર બહેનોને પણ જીવનમાં સારી સફળતા મળી છે. જેમાંથી એક IAS અધિકારી, બીજી પોલીસમાં, ત્રીજી સોફ્ટવેર એન્જિનિયર અને ચોથી પ્રોફેસર છે.
ઈરાનીએ કહ્યું, આનો અર્થ એ છે કે, દીકરીઓના લગ્ન ત્યારે જ કરાવો જ્યારે તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરે અને ખુદ લગ્ન માટે સહમતિ દર્શાવે.