સમાચાર મળતાજ, ડીએમકે પક્ષના કાર્યકરો કનિમોઝીના નિવાસસ્થાન બહાર ભેગા થઇને તેના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
ITના દરોડા બાદ કનિમોઝીએ કહ્યું, "ભાજપ આ આવકવેરાના દરોડા બાદ પણ મને જીતવાથી નહીં રોકી શકે, આ દરોડો લોકશાહી વિરુદ્ધ છે. આ એક ષડયંત્ર છે." આવકવેરાની ટીમે કોઈ દસ્તાવેજો જપ્ત કર્યા નથી. આવકવેરા અધિકારીઓના જણાવ્યા મુજબ, તૂતીકોરિનના કલેકટરે રોકડ છુપાવવાની જાણકારી આપી હતી.
આવકવેરા વિભાગના દરોડા બાદ, ડીએમકેના પ્રમુખ સ્ટાલિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે મોદી ચૂંટણીઓમાં મુશ્કેલી પહોંચાડવા માટે આવકવેરા અધિકારીઓનો ઉપયોગ કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના તમિલનાડુના પ્રમુખ તમિલિસઇ સૌંદરરાજને તેમના ઘર પર કરોડો રૂપિયા રાખ્યા છે, શા માટે તેના ઘર પર દરોડા પાડવામાં આવ્યા નથી? તેમણે કહ્યું કે ભાજપ હારના ડરના કારણે આ બધું કરી રહ્યો છે.
તામિલનાડુમાં 39 લોકસભાની બેઠકો માટે મતદાન બીજા તબક્કામાં 18 એપ્રિલે યોજાશે. જો કે, રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચની ભલામણ પર વેલ્લોર સીટની ચૂંટણી રદ કરી દીધી છે.