ETV Bharat / bharat

અરુણાચલ પ્રદેશમાં કોરોનાના 6 નવા કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા 300ને પાર - અરુણાચલ પ્રદેશમાં કોરોનાના આંકડા

અરુણાચલ પ્રદેશમાં કોરોના વાઇરસના 6 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમણનો આંક 300ને પાર પહોંચી ગયો છે.

અરુણાચલ પ્રદેશમાં કોરોનાના 6 નવા કેસ નોંધાયા

author img

By

Published : Jul 12, 2020, 10:36 PM IST

ઇટાનગર: આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશમાં વધુ 6 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કેપિટલ કોમ્પ્લેક્સ વિસ્તારના 6 કેસમાં પાંચ કેસ ઇટાનગર, નાહરલાગુન, નિર્જુલી અને બાંદરદેવ વિસ્તારોમાંથી નોંધાયા હતા.

રાજ્ય મોનિટરિંગ ઓફિસર ડો. એલ જમ્પાએ જણાવ્યું હતું કે, સક્રિય કેસની સંખ્યા 214 થઈ ગઈ છે. જ્યારે 125 લોકો સ્વસ્થ્ય થયા છે અને બે દર્દીઓના મોત નીપજ્યા છે. કેપિટલ કોમ્પ્લેક્સ વિસ્તારમાં નોંધાયેલા પાંચ નવા કેસોમાંથી ત્રણ નાહરલાગુનના જુદા-જુદા વિસ્તારોના છે. જ્યારે રાજ્ય સંચાલિત ટોમો રીબા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સિસ (TRIHMS)ના બે આરોગ્ય કર્મચારીઓએ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, પશ્ચિમ કામેંગ જિલ્લાનો નવો દર્દી છે. તે ઉત્તરાખંડથી પરત ફર્યો હતો અને તેને કોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શનિવારે ચાંગલાંગ જિલ્લામાંથી COVID-19 ના પાંચ દર્દીઓ મળી આવ્યા હતા. તમામને 14 દિવસની કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 20 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધી કેપિટલ કોમ્પ્લેક્સને એક અઠવાડિયા માટે બંધ કરી દીધું છે.

6 જુલાઇના રોજ વિસ્તારમાં લગાવવામાં આવેલા લોકડાઉન 13 જુલાઇના રોજ સાંજે 5 વાગ્યે સમાપ્ત થવાનું હતું. કેપિટલ કોમ્પલેક્સમાં કોરોનાના કેસ નોંધાવાના કારણે લોકડાઉન બીજા અઠવાડિયા માટે વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.મુખ્ય સચિવ નરેશ કુમારે શનિવારે સાંજે વીડિયો કોન્ફરન્સિંગમાં પત્રકારોને જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.