ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ શહેર બહારના વિસ્તારમાં 26 વર્ષીય મહિલા ડૉક્ટરનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરતા પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ કરી હતી.
તેમજ પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મની ઘટનામાં શુક્રવારે સવારે તેલંગાણા પોલીસે દુષ્કર્મમાં સંડોવાયેલા ચારેય આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. જે બાબતની સમગ્ર દેશ તરફથી સરાહના કરવામાં આવી હતી તો અમુક જગ્યાએ આ એન્કાઉન્ટરનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે આ બાબત માટે તેલંગાણા સરકાર દ્વારા એક વિશેષ તપાસ દળ (SIT) ની રચના કરવામાં આવી છે તેમજ SITનું નેતૃત્વ રચકોંડા પોલીસ કમિશ્નર મહેશ એમ. ભાગવત દ્વારા કરવામાં આવશે.