હરિયાણામાં 90 વિધાનસભા બેઠક અને મહારાષ્ટ્રમાં 288 બેઠક પર યોજાયેલી વિધાનસભા ઉપરાંત દેશના અલગ અલગ 17 રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીઓ પણ યોજાઈ હતી. જેમાં યુપીમાં 11 અને ગુજરાતમાં 6 સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. આપને જણાવી દઈએ કે, આ બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની મજબૂત પકડ છે, જ્યાં ભાજપને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. સાથે જ આવેલા પરિણામ જોતા વિપક્ષમાં થોડીક રાહત થઈ છે. તેલંગાણા, તમિલનાડુ, કેરળ, પંજાબ, મધ્ય પ્રદેશ રાજ્યોમાં શાસક પક્ષોને સફળતા મળી છે.
જોવા જઈએ તો, પૂર્વે થયેલી ચૂંટણીઓ મુજબ ક્યાસ લગાવી રહ્યા હતા કે, આ વખતે પણ મહારાષ્ટ્રમાં ભાજપ બહુમત સાથે એકલા હાથે ઓછામાં ઓછી 145 બેઠકો પર વિજયી થશે, અને જો તે શિવસેના સાથે જોડાણ કરે તો તો તેમની શક્તિ લગભગ બમણી થઈ જશે. પૉલ પંડિતોએ પણ આગાહી કરી હતી કે, હરિયાણામાં ભાજપ પોતે 90 માંથી 70 બેઠકો સાથે સૌથી મોખરે રહેશે. પરંતુ મેળવેલા પરિણામો તદ્દન અલગ આવ્યા છે. ભાજપ હાઈકમાન્ડને થોડી રાહત મળી હતી કે, મતદાનની પ્રક્રિયા દરમિયાન જનતામાં સરકાર વિરોધી લાગણી નથી, પરંતુ અંતિમ પરિણામોએ ચિંતાગ્રસ્ત કરી મુક્યા છે.
મહારાષ્ટ્રમાં ભલે શાસક ગઠબંધન જીતના કગાર પર આવી હોય, પણ ભાજપ-શિવસેનાને આ વખતે મોટી સંખ્યામાં બેઠકો ગુમાવવાનો વારો પણ આવ્યો છે. શરદ પવારની રાજકીય પાર્ટીએ ગત ચૂંટણીની તુલનામાં આ વખતે 12 બેઠકો વધું મેળવી છે અને કોંગ્રેસ પાર્ટીનો સ્કોર પણ વધ્યો છે.
આવી જ રીતે હરિયાણામાં સત્તાધારી પાર્ટી કરતા વિપરીત વિપક્ષના ત્રાજવે તોલાતી પાર્ટીઓને બલ્લે બલ્લે કરવાના દિવસો આવ્યા હતા. જ્યાં તાજેતરમાં જન્મેલી જનનાયક જનતા પાર્ટીને 10 બેઠકો મળી છે, અને હરિયાણાના રાજકારણમાં નિર્ણાયક કિંગમેકર બની સરકારનો ભાગ બની છે. આ અચાનક આવી પડેલું અને ઉગી નિકળેલું કડવું પણ વાસ્તવિક સત્ય ભાજપે એનકેન પ્રકારે પચાવવું જ પડશે.
છેલ્લા બે દાયકાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોઈ એક પાર્ટી ચૂંટણીમાં શાનદાર જીત સાથે એકલા હાથે સરકાર બનાવવામાં નિષ્ફળ રહી છે. એનડીએના સાથી તરીકે જોડાયેલા શિવસેના અને ભાજપ મહારાષ્ટ્રની ગત લોકસભાની ચૂંટણીઓમાં એક થયા હતા. જ્યાં તેમણે 48માંથી 41 બેઠકો મેળવી હતી. જો કે, 5 મહિના બાદ તુંરત આવેલી 2014ની વિધાનસભાની ચૂંટણીમાં 132 સીટ, શિવસેના 100 અને 12 અન્યના જોડાણ સાથે કુલ 244 બેઠકો સરળતાથી મેળવી શકાય તેમ હતું. પરંતુ આ વખતે શિવસેના છેલ્લી ઘડી સુધી મહાગઠબંધનમાં ન આવ્યા, જેનું પરિણામ તેમને આ ચૂંટણીમાં ભોગવવું પડ્યું. બીજી તરફ એનસીપી અને કોંગ્રેસે પણ બરાબરની લડત આપી છે. જો કે, હવે શિવસેનાને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને છેલ્લી ઘડીએ ભાજપ સાથે જોડાણ કર્યું હતું. બીજી તરફ કોંગ્રેસ અને એનસીપી પણ આવી જ રીતે એક થયા હતા, પરંતુ અંત સુધી તેમની વચ્ચે મેળ બેસતો દેખાતો નહોતો.
વિરોધી છાવણીમાં જોઈએ તો, શરુઆતથી જ પ્રચાર અને સત્તાવિરોધી માહોલ ઊભા કરવામાં ઉણા ઉતર્યા હતા. ઉપરથી જોઈએ તો વિરોધી દળના હાઈકમાન અને ટોચની નેતાગીરીના અભાવનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે કોંગ્રેસ પાર્ટીમાં સિસ્ટમનું સંપૂર્ણ પતન થયું છે. ઈડીથી ઘેરાયેલા હોવ છતાં પણ એનસીપીના વડા શરદ પવારે એકલા હાથે આ ચૂંટણીઓમાં સિંહની જેમ લડ્યા અને પોતાનું વજૂદ સાબિત કરીને ઝંપ્યા.
બીજેપીએ આર્ટિકલ 370 અને ટ્રિપલ તલાકને દેશભરમાં રદ કરવાના મુદ્દા પર ફોક્સ રાખ્યું હતું. પરંતુ આ મુદ્દાઓ એટલા પણ અસરકારક સાબિત થયાં નથી, કેમ કે દેશમાં એક તરફ મંદીનો ખરાબ પ્રભાવ વર્તાઈ રહ્યો હતો, અને આ સમયે જ ચૂંટણીઓ યોજવાની આવી, જેનો સાચા અર્થમાં જનતાએ ફાયદા ઉઠાવી લીધો. ભાજપ અને શિવસેનામાં આંતરિક વિખવાદ ઉઠ્યા હતા. તેમ છતાં અંતે બધું ઘીના ઠામમાં ઘી નાખવાની મહેનત ક્યાંકને કામ કરી ગઈ હતી. જો કે, આવી જ હાલત વિપક્ષમાં પણ હતી, પરંતુ વિપક્ષ તેને સુધારી શક્યુ નહોતું. જો વિપક્ષે આ બાબતે વધું ગંભીરતાથી લઈ ધ્યાન આપ્યું હોત આજે પરિણામ કંઈક જુદુ આવ્યું હોત.
એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે, ભૂતકાળમાં આ બંને રાજ્યોમાં શાસક પક્ષ ભાજપ શાનદાર જીત સાથે ઉભરી આવ્યો હતો, પણ હવે તેમને ગ્રામીણ વિસ્તારોના મતદારોમાં અસંતોષ અને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જે આ ચૂંટણીના પરિણામમાં દેખાઈ આવે છે. આ ચૂંટણીમાં ભાજપ માટે થોડી ડામાડોળ સ્થિતિ થવા પાછળનું આ પણ એક મજબૂત કારણ છે.
મહારાષ્ટ્ર અને હરિયાણા ભારતની કુલ વસ્તીના 11 ટકા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભારતના જીડીપીમાં 18 ટકાની ભાગીદારી દર્શાવે છે. વિકાસદરમાં જોઈએ તો, આ બે રાજ્યોમાં તાજેતરના પરિણામો આવ્યા છે, જે રાષ્ટ્રીય સ્તરની પાર્ટી અને શાસક પક્ષને પચાવવામાં થોડી તકલીફ આપે તેવા છે.
હરિયાણામાં 2014ની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભાજપને 10માંથી 8 સીટ મળી હતી અને ત્યારબાદની વિધાનસભાની ચૂંટણીમાં તે ચાર બેઠકોના એટલે કે, 12 ટકાના વધારા સાથે 47 સીટ પર જીત મેળવી હરિયાણામાં પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી. આ ચૂંટણીઓની વાત કરીએ તો ભાજપે "મિશન 75 પ્લસ" લક્ષ્યાંક નક્કી કર્યો હતો અને પાર્ટીના કેડરે તેને ધ્યાને રાખી કામ કર્યું હતું. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કાર્યકર્તાએ અને કેડરે સખત મહેનત પણ કરી હતી, પરંતુ ભાજપ જીત માટેની 46 બેઠકો પણ લાવી શકી નથી. 2019 લોકસભાની ચૂંટણીમાં મતદારોએ આશ્ચર્યજનક રીતે ભાજપના ખાતામાં તમામ 10 બેઠકો આપીને હરિયાણામાં સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. પરંતુ હાલની વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ બરાબરનો આંચકો આપ્યો છે.
આ બંને રાજ્યોના પરિણામોએ રાજ્યના લગભગ 50 ટકા મતદારો એવા નબળા વર્ગ, ઝાટ, દલિત અને મુસ્લિમોના અસંતોષને પારખવામાં થાપ ખાય ગઈ હોય તેવું જણાઈ આવે છે. આ પરિણામ જોતા તેવું લાગી રહ્યું છે, સત્તાધારી પાર્ટી વિપક્ષમા અને વિપક્ષી પાર્ટી સત્તા પર પ્રવેશ કરવા મથતી હોય તેવું જણાયું છે. જાતિગત રાજકારણ અને સમીકરણોને ફરીથી વ્યાખ્યાયિત કરવાની દોડાદોડમાં આ વાત વિસરી જતી પાર્ટીઓએ બોધ લેવો જોઈએ.
રાજકીય પક્ષોની વ્યૂહરચનામાં અને તે મુજબ લડાતી ચૂંટણીના વલણમાં હકારાત્મક પરિવર્તનની સંભાવના પણ હોઈ શકે છે, જ્યારે પાર્ટીઓ રાજ્યના અને રાષ્ટ્રના મુદ્દાને અગ્રતા આપશે ત્યારે મતદારો પણ પોતે બુદ્ધિજીવી અને જાગૃત નાગરિક હોવાની ફરજ અદા કરતા થઈ જશે. બંને બાજુની વાત કરીએ તો શાસક પક્ષ અને મજબૂત વિરોધ પક્ષ સાથે જ સ્વસ્થ લોકશાહીનું ગૌરવ અનુભવી શકાય છે.
અહીં એ કહેવાની જરૂર નથી કે, બંને રાજ્યોમાં વિરોધી પક્ષની બેઠકોની સંખ્યામાં વધારો, કહેવાતા માનનીય અને લોકપ્રિય પાર્ટીઓની સંસ્થાકીય નબળાઈઓને પણ દર્શાવે છે. આ એક શાંતલોકશાહી ક્રાંતિનું પ્રતિક છે. જેણે તમામ રાજકીય પક્ષોને ઘણા મૂલ્યવાન પાઠ ભણાવ્યા છે.