હૈદરાબાદ : સંસદના આગામી ચોમાસુંસત્ર દરમિયાન કોઈ પ્રશ્નકાળ સમય, કટિબંધિત ઝીરો અવર અને ખાનગી સભ્યોના બિલ નહીં હોવાનો નિર્ણય લોકસભા અને રાજ્યસભા સચિવોએ લીધો છે.
પ્રશ્ન કાળનું મહત્વ
સંસદના આગામી ચોમાસુંસત્ર દરમિયાન કોઈ પ્રશ્નકાળ સમય, કટિબંધિત ઝીરો અવર અને ખાનગી સભ્યોના બિલ નહીં હોવાનો નિર્ણય લોકસભા અને રાજ્યસભા સચિવોએ લીધો છે.
* સરકાર તારાંકિત ન કરેલ પ્રશ્નો માટે સંમત:સંસદમાં આવતા સત્ર માટે પ્રશ્નકાળના રદબાતલ પર ભારે હોબાળો થયા પછી, સરકારે કહ્યું છે કે તે "તારાંકિત ન કરેલ પ્રશ્નો" ની મંજૂરી આપશે - એટલે કે લેખિતપ્રશ્નો કે જે લેખિત માં પ્રતિસાદ મેળવશે.
પ્રશ્ન કાળ : સંસદની દરેકબેઠકનો પ્રથમ કલાક સામાન્ય રીતે પ્રશ્નો પૂછવા અને જવાબ આપવા માટે અનામત હોય છે.
પ્રશ્નોના પ્રકાર
(i) તારાંકિત પ્રશ્નો- એક તારાંકિત સવાલ એ છે કે
જેના માટે સભ્ય ગૃહમાં પ્રધાન પાસે મૌખિક જવાબની ઇચ્છા રાખે છે અને જે સભ્ય દ્રારા તે તારાકીંત કરી અલગ કરવાના હોય છે. આવા પ્રશ્ન ના જવાબ માં સભ્યો દ્વારા પૂરક પ્રશ્નો પુછી શકાય છે.
(ii) તારાંકિત ન કરેલ પ્રશ્નો- એક તારાંકિત ન કરેલ સવાલ
એ છે કે જેના માટે સભ્ય દ્વારા લેખિત જવાબ ની ઇચ્છા હોય છે અને મંત્રી દ્વારા ગૃહ ના ટેબલ પર મૂકવામાં આવશે તેવું માનવામાં આવે છે. આમ તે પ્રશ્ન માટે ગૃહ માં મૌખિક જવાબ માટે આગ્રહ રાખવામાં આવતો નથી અને તેના પર કોઈ પૂરક પ્રશ્ન પૂછી શકાતો નથી.
(iii) ટૂંકી સૂચના ના પ્રશ્નો-
સભ્ય દ્રારા જાહેર મહત્વના મુદ્દા અને તાકીદ ની બાબતના પ્રશ્ન પૂછવા માટે 10 દિવસ પ્રુર્વે નોટિસ આપવાની હોય છે આ સમયગાળો ઓછામાં ઓછા સમયગાળા તરીકે સૂચવવામાં આવેલો છે. આવા પ્રશ્ન ને ‘ટૂંકી સૂચના પ્રશ્ન’ તરીકે ઓળખવામાંઆવે છે.
(iv) ખાનગી સભ્યોના પ્રશ્નો- ખાનગી સભ્ય ને પણ પ્રશ્ન સંબોધવા માં આવી શકે છે
(લોકસભામાં કાર્યવાહી અને આચાર વ્યવહારના નિયમોના નિયમ 40 હેઠળ), પ્રદાન કરે છે કે જો પ્રશ્ન નો વિષય કોઇ બિલ, ઠરાવ સાથેસંબંધિત હોય અથવા ગૃહ ના વ્યવસાય સાથે જોડાયેલ અન્ય બાબત, જેના માટે તે સભ્ય જવાબદાર છે. આવા પ્રશ્નો ના સંદર્ભ માં પ્રક્રિયા મંત્રી ને આપવામાં આવતાપ્રશ્નોના જેવી છે જોકે જરૂર જણાય તો સ્પીકર થોડા ફેરફાર કરી શકે છે
પ્રશ્ન કાળનું મહત્વ
સામાન્ય રીતે, લોકસભાનીબેઠકનો પહેલો કલાક પ્રશ્નો ને સમર્પિત કરવામાં આવે છે અને આ કલાક ને પ્રશ્નાકાળ
કહેવામાં આવે છે. સંસદ ની કાર્યવાહી માં તેનું વિશેષ મહત્વ છે.
સવાલો પૂછવા એ સભ્યોનો સહજ અને બેલગામ, સંસદીયઅધિકાર છે. પ્રશ્નકાળ દરમિયાન સભ્યો વહીવટ અને સરકારી પ્રવૃત્તિ ના દરેક પાસા પર પ્રશ્નો પૂછી શકે છે.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર માં સરકાર ની નીતિ ઓ પર તિવ્ર ધ્યાન કેંદ્રિત કરવામાં આવેછે કારણ કે સભ્યો પ્રશ્નકાળ દરમિયાન સુસંગત માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે.
સરકાર, મોટા ભાગે, પ્રશ્નકાળ દરમિયાન અજમાયશ પરમૂકવામાં આવે છે અને દરેક પ્રધાન કે જેમ નો પ્રશ્નોના જવાબ આપવાનો વારો આવે, તેમણેઉભા થઇ તેમના વહીવટીતંત્ર એ કરેલ અથવાઅવગણે કાર્યો માટે જવાબ આપવો પડે છે.
પ્રશ્નકાળના માધ્યમ થી સરકાર રાષ્ટ્રની નાડી નો ઝડપ થી કયાસ લાગવી શકે છે અને તે મુજબ તેનીનીતિઓ અને ક્રિયાઓ ને અનુકૂળ બનાવે છે. સંસદના પ્રશ્નો દ્વારા જ સરકાર, લોકો અને સભ્યો સાથે સંપર્કમાં રહેછે અને વહીવટને લગતી બાબતોમાં લોકોની ફરિયાદોને વેગ આપવા માટે સભ્યો સક્ષમ બને છે
• પ્રશ્નો મંત્રાલયો ને તેમની નીતિ અને વહીવટ અંગે લોકો ની પ્રતિક્રિયાનો અંદાજ આંંકવામાં સક્ષમ બનાવે છે.
• પ્રશ્નો મંત્રીઓ ના ધ્યાન પર તેમના કાર્યો માં રહેલ છીંડાઓ ને બહાર લાવે છે કે જે અન્યથા તેમના ધ્યાન પર ન પણ આવે શકે .
કેટલીક વાર જ્યારેસભ્યો દ્વારા ઉઠાવેલા મામલા લોકોના મનને ઉશ્કેરવા માટે પૂરતા ગંભીર હોય છે અને તે લોકો માટે ખુબ મહત્વના ત્યારે પ્રશ્નો દ્વારા કમિશન ની નિમણૂક, કોર્ટ ઓફ ઇન્કવાયરી અથવા તો કાયદો પણ બની શકે છે .
પ્રશ્ન કાળ એ સંસદીય કાર્યવાહી નો રસપ્રદ ભાગ છે. સંસદમાં કોઇ પ્રશ્ન પુછી મુખ્યત્વે માહિતી માંગવામાં આવે છે અને કોઈ ચોક્કસ વિષય પર તથ્યો ને રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેમ છતાં, સભ્યો પ્રશ્નનો પુછતી વખતે અને મંત્રીઓ જવાબ આપતી વખતે ઘણી વખત સંસદ માં વિનોદી વાતાવરણ સર્જાય છે .
આ રજૂઆતો કેટલીકવાર સમજશક્તિ અને રમૂજીની સાથે જોડાય છે.
તેથી જ સાર્વજનિક ગેલેરીઓ અને પ્રેસ ગેલેરીઓ પ્રશ્નકાળ દરમિયાન ખચોખચ ભરેલી હોય છે.