પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિધ્ધુ પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ પણ હાજર રહ્યા હતા. આ બેઠકને લઈને ઘણી બધી ઘારણાઓ લગાવવામાં આવી રહી છે. પત્રમાં સિધ્ધુએ શું લખ્યું તેની કોઈ જાણકારી નથી મળી. મળતી માહિતી અનુસાર પત્રમાં તેમણે તે પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને લઈને તેમના પર ઘણા પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
પંજાબના મુખ્યપ્રધાન કૈપ્ટન અમરિંદર સિંહે કેબિનેટમાં બદલાવ કરતા તેમણે નવજોત સિંહ સિધ્ધુ પાસેથી સ્થાનીય નિકાલ વિભાગ પાછુ લઈ લેવામાં આવ્યું છે અને સિધ્ધુને નવી જવાબદારી સોપવામાં આવી છે. સિધ્ધુને પાવર એન્ડ ન્યૂ રિન્યૂએબલ અનર્જી સોર્સનો વિભાગ આપવામાં આવ્યો છે.
સિધ્ધુએ નવી જવાબદારીનો સ્વીકાર કર્યો નથી. વિભાગ બદલાવ્યા બાદ એવુ પણ સાફ નથી થયું છે કે, સિધ્ધુ તેમનું નવુ મંત્રાલય સંભાળશે કે નઈ. સિધ્ધુ અને કૈપ્ટનની વચ્ચેના સંબંધમાં હાલ સારા નથી ચાલી રહ્યા. બન્નેની વચ્ચેની તકરારને હવે સાર્વજનિક રીતે જાહેર થઈ ગયેલ છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન સિધ્ધૂ ધણી વખત અવુ પણ કહ્યું છે કે, તેમના કૈપ્ટન રાહુલ ગાંધી છે. લોકસભા ચૂંટણીમાંં હાર બાદ કૈપ્ટને સાર્વજનિક રીતે સિધ્ધુએ મંત્રાલય બદલવાની વાત કરી હતી. કૈપ્ટનનું માનવુ છે કે, શહેરી વિસ્તારોમાં સિધ્ધૂની કારણે કોંગ્રેસને મત નથી મળ્યા.