શિવસેવા પ્રમુખ ઉદ્વવ ઠાકરે આજે મહારાષ્ટ્રના 29માં મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ લેવા જઇ રહ્યાં છે, ત્યારે તેમા આજે ટોંચના બઘા જ નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને RSS પ્રમુખ મોહન ભાગવતને આમંત્રણ પાઠવવામાં આવ્યું નથી.
શપથ ગ્રહણને લઇને સમગ્ર કાર્યવાહીનો આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેમાં 70000ની જનમેદની ઉમટશે અને 100 ટોંચના નેતાઓ ઉપસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમીત શાહ જેવા ટોચના નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પરંતુ, મોહન ભાગવતને આમંત્રણ પાઠવવામાં આવ્યુ નહીં, તેનુ એક કારણ એ પણ કહી શકાય કે મોહન ભાગવત મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મહત્વની ભૂમીકા ભજવી છે અને ભાજપની મધ્યસ્થીમાં હરહંમેશ સાથે જ હોય છે જેને લઇને આમંત્રણ પાઠવ્યુ ન હોય તેવુ અનુમાન લગાવી શકાય છે.