મુંબઈ: શિવસેનાએ બુધવારે ભાજપ પર નવા રાષ્ટ્રવાદનું રાજકારણ કરવા માટે ઢાલ તરીકે હિન્દુત્વ વિચાકર સાવરકનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. સાવરકર માટે ભાજપના પ્રેમને નકલી ગણાવતા શિવસેનાએ કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધવા સિવાય રાજ્યના ભાજપના નેતાઓને પૂછવું જોઇએ કે, કેન્દ્રમાં ભાજપની સરકાર સાવરકરને સન્માન આપવામાં નિષ્ફળ કેમ?
શિવસેનાએ કહ્યું કે, ભાજપને લાગે છે કે, શિવસેનાને અલગ કરીએ ભાજપની ભૂલ છે. શિવસેનાના સામનામાં એક સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રમાં ભાજપના નેતાઓએ જાહેરાત કરી હતી કે, વીર સાવરકરના મુદ્દા પર રાજ્ય સરકાર પર નિશાન સાધશે. ભાજપને સાવરકર પર સન્માન અથવા વિશ્વાસનો વિષય નથી, પરંતુ ફક્ત રાજકારણનો મુદ્દો છે.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની વાળી પાર્ટીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસે સાવરકરને ભારત રત્ન કેમ ન આપ્યું? સાવરકરના નવા પ્રશંસક આ વાત પર પ્રકાશ ક્યારે પાડશે?