સંજય રાઉતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, ગઠબંધન હોય કે, સિંગલ પાર્ટી, સરકાર સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ મુજબ ચાલે છે. સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ રાષ્ટ્ર અને રાજ્યના હિત માટે કાર્ય કરે છે.
મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે. જે પ્રગતિ અને અન્ય ક્ષેત્રોમાં સૌથી આગળ રહ્યું છે. બીજી તરફ દુષ્કાળ હોય કે, વરસાદ રાજ્યમાં વધુ કામ કરવાનું રહેશે. અન્ય પાર્ટીઓ જેને સાથે લઈને ચાલી રહી છે તેમને અનુભવ છે, જેથી રાજ્યને તેનો ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે મુંબઈમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે સંયુક્ત બેઠક યોજાઈ. જેમાં સામાન્ય લઘુત્તમ કાર્યક્રમ અંગે વાતચીત કરવામાં આવી.