પ્રાપ્ત વિગતો મુજબ, ભાજપ અને શિવસેના વચ્ચે રાજકિય રસાકસી ચાલી રહી છે. પરંતુ, સમય પહેલા બંને પક્ષો ફરી એક સાથે સરકાર બનાવી શકે છે. બંને પક્ષો વચ્ચે હજુ એક સપ્તાહનો સમય બાકી છે.
ભાજપના સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ, શિવસેના હાલ દબાણની રાજનીતિ કરી રહી છે. પરંતુ, તેઓએ એ વાતને સમજવી જોઈએ કે જો તેઓ ભાજપનો સાથ નહી આપે તો તેઓ શું તેઓ તેમના સિદ્ધાંતો સાથે સમાધાન કરી લેશે. શું તે મુસ્લિમ લીગ જેવા પક્ષોને ટેકો આપશે?