લખનઉ: શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં રહે છે. આ વખતે તેમને નવો વિવાદ સર્જોયો છે. વસીમ રિઝવીએ કહ્યું કે, AMU અને JNUમાં હજારો કસાબ છુપાયેલા છે. શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાનના ષડયંત્રના અમલ પર કોંગ્રેસ દેશમાં ગૃહયુદ્ધ કરવામાં માગે છે. તેમણે કહ્યુ કે, આવી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને કલમ છોડીને દેશના ભાગલા પાડવાની કોશિશ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સુધારા કાયદો લાગુ થયા બાદ દેશભરમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યાં છે. જેમાં AMU, JUN, જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.