અલમોરા (ઉત્તરાખંડ): ઐતિહાસિક શહેર અલ્મોરાએ ભારતને રત્ન ગોવિંદ બલ્લભ પંત અને નૃત્ય ના ઉદય શંકર સહિત અનેક પ્રખ્યાત હસ્તીઓ રાષ્ટ્રને આપી છે. આ યાદીમાં શીલા આઈરેન પંતનું નામ પણ સામેલ છે, જે પાકિસ્તાનનાં પ્રથમ વડા પ્રધાન તરીકે સેવા આપતા લિયાકત અલી ખાનની પત્ની તરીકે 1947 થી 1951 દરમિયાન પાકિસ્તાનની ફર્સ્ટ લેડી હતા.
બેગમ રૈના લિયાકત અલી ખાન તરીકે પણ જાણીતા, આઈરેન ને 'નિશન-એ-ઇમ્તિયાઝ' અને 'માદર-એ-વતન' નો બિરુદ પણ મળ્યો હતો, જે તેમની સેવાઓ માટે પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
ડેનિયલ પંતની પુત્રી શીલાનો જન્મ 13 ફેબ્રુઆરી, 1905ના રોજ અલમોરામાં કુમાની ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેના દાદાએ 1887માં ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કર્યુ હતું. આઈરીનએ અલમોરા અને નૈનિતાલમાં તેમનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું અને માધ્યમિક શિક્ષણ માટે તેઓ લખનૌ જઇ લાલ બાગ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેઓ ઇસાબેલા થોબર્ન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ધાર્મિક અધ્યયનમાં અનુ સ્નાતક થયા હતા.
તેમના પૂર્વજોનું ઘર હજુ પણ અલ્મોરાના મેથોડિસ્ટ ચર્ચ હેઠળ સંરક્ષિત છે અને તેમના ભાઈ નોર્મન પંતની પુત્રવધૂ મીરા પંત અને પૌત્ર રાહુલ પંત ત્યાં રહે છે.
અલમોરાની મેથોડિસ્ટ ચર્ચ તેના પૂર્વજોનું પરિવાર સંભાળે છે અને તેના ભાઈ નોર્મન પંતની પુત્રવધૂ મીરા પંત અને પૌત્ર રાહુલ પંત પણ ત્યાં રહે છે.
યાદોને વાગોળતા, રાહુલ કહે છે કે તેમણે લગ્ન પછી ક્યારેય અલ્મોરાની મુલાકાત લીધી નહોતી, પરંતુ તેઓ તેમના ભાઈ નોર્મનને પત્રો લખાતા હતા.
લિયાકત અલી અને આઈરેન ની પ્રથમ મુલાકાત પર પર પ્રકાશ પાડતા , તેમના પરિવારે જણાવ્યુ કે જ્યારે તેઓ કોલેજ માં અભ્યાસ કરતા હતા ત્યારે બિહાર ના પુર પીડિતો માટે આઈરેન ને ચેરિટી શો માટેની ટિકિટ વેચવાનું કામ સોંપાવામાં આવ્યું હતું અને તે લખનૌ વિધાનસભામાં ગયા હતા અને ત્યાં જ તે પહેલી વાર લિયાકત ને મળ્યા હતા.
શરૂઆતમાં, લિયાકત એ ટિકિટ ખરીદવામાં અનિચ્છા દર્શાવી હતી, પરંતુ ઘણી સમજાવટ પછી, તેઓ સંમત થયા. આઈરેન એ તેમને ઓછામાં ઓછી બે ટિકિટ ખરીદવા માટે કહ્યું હતું. જોકે લીયાકત એ તે વખતે કહ્યું હતું કે ચેરિટી શોમાં તેમની સાથે જવા માટે તે કોઈને જાણતા નથી ત્યારે આઈરેને કહ્યું કે તે તેમની સાથે આવશે.
લગભગ દોઢ વર્ષ ઇરેન એ દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યુ હતુ. લિયાકત યુપી વિધાનસભા ના ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે તે જાણી ને આઈરે એ તેમને અભિનંદન પત્ર મોકલ્યો હતો અને ત્યાર બાદ લિયાકત એ તેમને પાછો પત્ર લખ્યો હતો અને કેનોટ પ્લેસના વેન્જર રેસ્ટોરન્ટમાં ચા માટે આમંત્રણ આપ્યું હતું. વારંવાર મુલાકાત બાદ, તેઓ વચ્ચે ગાઢ સંબંધ બંધાયો , જે લગ્નજીવનમાં પરિણમ્યો.. લિયાકત બાદમાં પાકિસ્તાનના પહેલા વડા પ્રધાન બન્યા.
લિયાકત ને તેમના પિતરાઇ બહેન જહાં આરા બેગમ સાથેના પુર્વે લગ્નજીવનથી એક પુત્ર હતો. બાદમાં તેણે 16 એપ્રિલ, 1933ના રોજ, દિલ્હીના સૌથી ખર્ચાળ સ્થળ મેન્ડેઝ હોટલ, જે હાલમાં ‘ઓબેરોય મેન્ડેઝ’ તરીકે ઓળખાય છે, તેમાં ઇરેન સાથે લગ્ન કર્યા અને આ હોટલને 1994 માં હેરીટેજ ની હોટલ નો દરજ્જો આપવામાં આવ્યો હતો.
આઈરેન એ તેના લગ્ન પછી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને તેનું નામ ગુલ-એ-રાઆના રાખ્યું લિયાકત અલી ખાનની પત્ની હોવાના કારણે, તેઓ માત્ર ઇતિહાસનો સાક્ષી જ પરંતુ તે એક ભાગ બન્યા.
ઑગસ્ટ 1947 માં, ગુલ-એ-રાઆના તેના પતિ અને બે પુત્રો, અશરફ અને અકબર સાથે દિલ્હીથી કરાચી જવા માટે ફ્લાઇટ લીધી હતી કારણ કે લિયાકત પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન બન્યા હતા અને તે ફર્સ્ટ લેડી . લિયાક્ત એ તેમને લઘુમતી અને મહિલા પ્રધાન તરીકેના પ્રધાનમંડળમાં શામેલ કર્યા હતા . બાદમાં 16 ઓક્ટોબર 1951 ના રોજ , જ્યારે લિયાકત રાવલપિંડીમાં કંપની બાગ ખાતે જાહેર સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી.
આ ઘટના બાદ પણ ઇરેન એ પાકિસ્તાનમાં રહ્યા અને તેના અંતિમ શ્વાસ સુધી મહિલાઓના અધિકાર માટે લડવાનું નક્કી કર્યું. તેમણે રૂઢીચુસ્ત શક્તિઓ સામે પણ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો અને જનરલ મુહમ્મદ ઝિયા-ઉલ-હક, જેઓ સરમુખત્યાર હતા, તેમના દ્વારા લાદવામાં આવેલા ઇસ્લામિક કાયદાનો વિરોધ કર્યો હતો. ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ને ફાંસી ફાંસીની સજા આપવામાં આવ્યા પછી તેમણે લશ્કરી શાસન ની વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું.
બાદમાં તેમને હોલેન્ડ અને ત્યારબાદ ઇટાલીમાં પાકિસ્તાનના રાજદૂત બનાવવામાં આવ્યા હતા. આઈરેન એ 13 જૂન, 1990 ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. જીવન ના 85 વર્ષ દરમિયાન, તેમણે ભારતમાં 43 વર્ષ અને પાકિસ્તાન માં પણ લગભગ સમાન સમય પસાર કર્યો હતો.
જીવનકાળની સિદ્ધિઓ
આઈરીન નેપાકિસ્તાન માં માદર-એ-વતનનું બિરુદ આપવામાં આવ્યુ હતું. ઝુલ્ફિકર અલી ભુટ્ટો એ તેમને કેબિનેટ પ્રધાન બનાવ્યા હતા. તેમને સિંધ ના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યા હતા. તે કરાચી યુનિવર્સિટીની પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર હતા. તેમણે નેધરલેન્ડ્સ, ઇટાલી અને ટ્યુનિશિયા માં પાકિસ્તાન ના રાજદૂત તરીકે સેવા આપી હતી.
સંયુક્ત રાષ્ટ્રો માનવ અધિકાર અવાર્ડ
- અર્થશાસ્ત્રમાં માનદ ડોકટરેટ
- ઇટાલિયન રિપબ્લિકના ઓર્ડર ઓફ મેરિટ ઓફ નાઈટ ગ્રાન્ડ ક્રોસ
- વિશ્વના મહિલા, ટર્કિશ મહિલા એસોસિએશન
- ઓરેન્જ નાસાઉનો ગ્રાન્ડ ક્રોસ
- નિશન-એ-ઇમ્તિયાઝ
- પાકિસ્તાનની માતા
- જેન એડમ્સ મેડલ
- વોમન ઓફ અચીવમેંટ મેડલ