ભારત અને બાંગ્લાદેશાના વડાઓએ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી. જેમાં તેમણે પરિવહન, સંપર્ક, સંસ્કૃતિ અને દેશને મજબૂત કરવાના મુદ્દાઓ પર સમજૂતી કરાર કર્યા હતા. સાથે જ દેશના મહત્વના મુદ્દાઓ પર દ્વીપક્ષીય ચર્ચા કરી હતી.
ત્રણ પરિયોજનાઓનું ઉદ્ઘાટનઃ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આ અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી બાંગ્લાદેશના સમકક્ષ વડા શેખ હસીનાને મળીને ત્રણ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. જો કે, હજુ સુધી આ યોજનાની કોઈ જાણકારી મળી નથી.
આમ, બંને દેશના વડાઓ દેશના દ્વીપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે મહત્વના મુદ્દાઓ પર સમજૂતી કરાર કર્યા હતા.
વધુમાં જણાવીએ તો કુમારે કહ્યું કે, 'સંબંધ (ભારત અને બાંગ્લાદેશ વચ્ચે) એટલા નજીક ક્યારેય રહ્યા નથી. એવામાં વાતચીતનો મુખ્ય મુદ્દો દ્વિપક્ષીય સંબંધ જ રહેશે. જ્યારે હું દ્વિપક્ષીય સંબંધ કહી રહ્યો છું, ત્યારે તેનો અર્થ છે કે, હવે આ બંને દેશોને પોતાના સંબંધો એક નવી ઉંચાઇઓ પર જઇ રહ્યા છે.'
તેમણે વધુમાં કહ્યું કે, વેપાર, સંપર્ક, વિકાસમાં સહયોગ, લોકોની વચ્ચે આંતરિક સંપર્ક, સંસ્કૃતિ અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે.
ભારત-બાંગ્લાદેશ વચ્ચે થશે 6 થી 7 કરારો પર હસ્તાક્ષરઃ
રાષ્ટ્રીય નાગરિક પંજીના મુદ્દે કુમારે કહ્યું કે, આ ઉચ્ચ ન્યાયલના આદેશ પર શરૂ થયું છે અને તે યથાવત છે. કુમારે કહ્યું કે, 'વિદેશ મંત્રાલયની તરફથી આ સ્તર પર હું કંઇ શકું તેમ નથી. મને લાગે છે કે, આપણે એ સમજવું જરૂરી છે કે, આ પ્રક્રિયાને પહેલા શરૂ થવી આવશ્યક છે. તેના સ્તર સુધી પહોંચતા પહેલા આપણી પાસે અપિલ કરવાનો અધિકાર હોવો જોઇએ.'
હૈદરાબાદ બેઠકમાં 11.30 કલાકે બેઠકનું આયોજનઃ
મોદી અને હસીના વચ્ચે હૈદરાબાદ હાઉસમાં 11.30 કલાકે બેઠક યોજાવાની છે.