ETV Bharat / bharat

કાનપુર 8 પોલીસકર્મીની હત્યાનો મામલો, વિકાસના સાથી શશીકાંતની પત્નીનો ઓડિયો થયો વાઇરલ

author img

By

Published : Jul 14, 2020, 7:20 PM IST

વિકાસ દુબેના સાથી શશીકાંત પાંડેની પત્ની મનુ પાંડેનો એક ઓડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેમાં તે તેના પરિવાર સાથે વાત કરી રહી છે અને સમગ્ર ઘટનાની માહિતી આપી રહી છે.

કાનપુર 8 પોલીસકર્મીની હત્યાનો મામલો
કાનપુર 8 પોલીસકર્મીની હત્યાનો મામલો

કાનપુર: કાનપુરના ચૌબેપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા કર્યા બાદ લગભગ એક સપ્તાહથી ભાગેડુ ગેંગસ્ટર વિકાસ દુબેને પોલીસે શુક્રવાર સવારે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધો. તેને ગુરૂવારના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી પકડી પાડ્યો હતો. યુપી પોલીસ તેને મધ્યપ્રદેશથી ટ્રાંજિટ રિમાન્ડ પર લઇ કાનપુર આવી રહી હતી. જોકે આ ઘટના બાદ વિકાસના સાથી શશીકાંતની પત્નીનો એક ઓડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તે તેના પરિવાર સાથે વાતચીત કરી રહી છે અને તે દરમિયાન તેણે આ સમગ્ર ઘટના વિશે વાત કરી હતી.

તે તેના પરિવારને સમગ્ર ઘટના અને પોલીસકર્મીઓની હત્યા વિશે જણાવી રહી છે.જેમાં તેણે કહ્યું કે, પોલીસકર્મીઓની હત્યા વિકાસ અને તેના પરિવારના સભ્યો તથા તેના નજીકના લોકોએ દ્વારા કરવામાં આવી છે.

શશીકાંતને ગઈકાલે પોલીસે ઝડપી લીધો હતો અને મંગળવારે ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કાનપુરમાં આ સંદર્ભમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની માહિતી આપી હતી.

શશીકાંત દ્વારા આપવામાં આવેલી માહીતી બાદ પોલીસે ગેંગસ્ટર વિકાસ દુબેના ઘરેથી એકે 47 અને 17 કારતૂસ કબ્જે કર્યા છે.જોકે પોલીસે શશીકાંત પર 50000 રૂપિયાનો ઇનાસ રાખ્યો હતો. તેના ઘરેથી પણ રાઇફલ્સ અને કારતુસ મળી આવ્યા છે. ત્યારે શશીકાંતની પત્ની મનુ પાંડેનો ઓડિયો વાઇરલ થયા બાદ જાણવા મળ્યું કે આ ઘટનામાં આ તમામ સામેલ હતા.

જ્યારે ઓડિયો વિશે શશીકાંતની પત્ની મનુ પાંડેને પૂછવામાં આવ્યું તો મનુએ કહ્યું કે, ઘટના બાદ તેણે વિકાસના ભાઈ દીપૂની પત્ની અંજલિને ફોન કર્યો હતો અને સમગ્ર ઘટનાની માહીતી આપી હતી.તેણે જણાવ્યું કે અંજલિ લખનઉમાં રહે છે. મનુએ જણાવ્યું કે, અંજલિએ તેને ફોન છુપાવવા માટે કહ્યું હતું, પરંતુ તેણે શશીકાંતનો ફોન પોલીસને આપી દીધો હતો.

યુપીના કાનપુરનો રહેવાસી વિકાસ દુબે પ્રખ્યાત ગેંગસ્ટર હતો. તેના પર 30 વર્ષમાં 62 કેસ નોંધાયેલા હતા. વિકાસ પર યુપીમાં રાજનાથ સિંહની સરકારમાં પ્રધાન સંતોષ શુકલાની પોલીસ સ્ટેશનમાં ઘૂસીને હત્યા કરી દીધી હતી. આ કેસમાં પોલીસે 2017મા વિકાસ દુબેની ધરપકડ કરી હતી. પરંતુ કોઇ પુરાવા ના મળતા તેને આ કેસમાં છોડી દેવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.