ETV Bharat / bharat

રાહુલને શરદ પવારે અપાવી ભૂતકાળની યાદ, કહ્યું '1962ને ભૂલી શકીએ નહીં'

author img

By

Published : Jun 28, 2020, 9:25 AM IST

પૂર્વી લદ્દાખમાં 15 જૂને ચીન સાથે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. પૂર્વ રક્ષાપ્રધાને કહ્યું કે, ભારત સંચાર ઉદ્દેશ્યો માટે પોતાના ક્ષેત્રની અંદર ગલવાન ખીણમાં એક રસ્તો બનાવી રહ્યું હતું.

Sharad Pawar
Sharad Pawar

મુંબઈ: ચીનની સાથે થયેલી અથડામણને લઈને કોંગ્રેસ અને ભાજપ આમને સામેન આરોપ-પ્રતિઆરોપ લગાવી રહ્યા છે. ત્યારે NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ વિવાદનું રાજનીતિકરણ કરવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે, કોઈ ભુલી નથી શકતું કે, ચીને 1962ના યુદ્ધ બાદ ભારતની 45,000 વર્ગ કિલોમીટર ધરતી પર કબ્જો કર્યો હતો.

પવારની આ ટિપ્પણી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના તે આરોપો પર હતી જેમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની આક્રમકતાના કારણે ભારતીય ક્ષેત્ર સોંપી દીધું. NCP નેતાએ કહ્યું કે, લદ્દાખમાં ગલવાન ખીણની ઘટનાને રક્ષાપ્રધાનની નિષ્ફળતા બતાવવામાં ઉતાવળ ન કરી શકાય કારણ કે પેટ્રોલિંગ સમયે ભારતીય સૈનિકો સતર્ક હતાં.

પૂર્વી લદ્દાખમાં 15 જૂને ચીન સાથે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. પૂર્વ રક્ષાપ્રધાને કહ્યું કે ભારત સંચાર ઉદ્દેશ્યોથી પોતાના ક્ષેત્રની અંદર ગલવાન ખીણમાં એક રસ્તો બનાવી રહ્યું હતું.

પવારે કહ્યું કે તેમણે (ચીની સૈનિકોએ) આપણ રસ્તા પર અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો અને ધક્કામુક્કી કરી. આ કોઈની નિષ્ફળતા નથી. આપણે એમ ન કહી શકીએ કે તે દિલ્હીમાં બેઠેલા રક્ષાપ્રધાનની નિષ્ફળતા છે.

તેમણે કહ્યું કે, ત્યાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. અથડામણ થઈ એનો મતલબ છે કે, તમે સતર્ક હતા. જો તમે ત્યાં ન હોત તો ખબર પણ ન પડત કે, ક્યારે ચીની જવાનો આવી ગયા. મને નથી લાગતું કે, આવા સમયે તેમના પર આરોપ લગાવવો યોગ્ય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.