મુંબઇ : મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની વચ્ચે કોઈ મુદ્દે સંમતિ બની રહી નથી. શનિવારે બંને જ નેતાઓ વચ્ચે વધુ એક બેઠક થઈ છે. રાજ્યના બંને વરિષ્ઠ નેતાઓની આ બેઠક મુખ્યપ્રધાન આધિકારિક નિવાસમાં થઈ છે.
ગઈ વખતે જ્યારે આ બંને નેતાઓની મુલાકાત થઈ હતી ત્યારે રાજ્યમાં મુખ્ય વિપક્ષી દળ બીજેપીએ ઉદ્ધવ સરકાર પર સંકટની વાત કહી હતી પરંતુ એનસીપી ચીફ શરદ પવારે કહ્યું હતું કે અમે તમામ દળ ઉદ્ધવ સરકારની સાથે છીએ. મારી મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોના વિરૂદ્ધ લડતને લઈને કેટલાક સૂચનો આપવાનો હતો. ઉદ્ધવ સરકારની ઉપર કોઈ સંકટ નથી.