મુંબઇ: હિન્દી સિનેમાના સુપરસ્ટાર શાહરૂખ ખાન એક ઓનલાઇન કોન્સર્ટ 'વન વર્લ્ડ: ટુગેધર એટ હોમ' માં જોડાવા માટે તૈયાર છે.
અમેરિકાની પોપ સિંગર લેડી ગાગાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ ઓનલાઇન કોન્સર્ટ 'વન વર્લ્ડ: ટૂગેધર એટ હોમ'ની જાહેરાત કરી છે.
આ કોન્સર્ટ દ્વારા ફંડ ભેગુ કરવામાં આવશે, જેનાથી દુનિયાભરના જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવશે. શાહરૂખની સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ તેમાં જોડાઇ રહી છે.
WHOની મદદ માટે આ કોન્સર્ટમાં લેડી ગાગા ઉપરાંત ક્રિસ માર્ટિન, એડી વાડર, એલ્ટોન જોન, જ્હોન લિજેન્ડ, લિજો, જય બાલ્વિન, સ્ટીવી વંડર, બિલી જો આર્મસ્ટ્રોંગ, કીથ અર્બન જેવા ઘણાં કલાકાર આ ઈવેન્ટમાં સામેલ થશે.
અમેરિકાના લોકપ્રિય ટોક શોના હોસ્ટ જિમ્મી ફાલન, જિમ્મી કિમેલ અને સ્ટીફન કોલબર્ટબિલ આ શોને હોસ્ટ કરશે. આ કોન્સર્ટ 18 એપ્રિલ યુ.એસ. ટેલિવિઝન નેટવર્ક એબીસી, સીબીસી અને એનબીસી પર એક સાથે પ્રસારિત કરવામાં આવશે. આ સાથે જ તેનું પ્રસારણ ઓનલાઇન પણ કરવામાં આવશે. લેડી ગાગાનું આ પગલું કોરોના પીડિતોને બચાવવા અને આ વાઇરસ સામે લડવામાં ડબ્લ્યુએચઓને મદદ કરશે.
તમને જણાવી દઈએ કે, શાહરૂખ અને પ્રિયંકા પહેલાથી જ કોરોના સામે લડવામાં ભારત સરકારને આર્થિક મદદ કરી ચૂક્યા છે.