હકિકતમાં બન્યું છે એવું કે, બિહારમાં ભાગલપુર બેઠક પરથી શાહનવાઝ ચૂંટણી લડતા આવે પણ જ્યારથી ભાજપનું બિહારમાં નીતિશ કુમાર સાથે ગઠબંધન થયું છે ત્યારથી આ બેઠક નીતિશ કુમારના ખાતામાં જતી રહી છે. ટિકીટ વહેંચણી થઈ ત્યાં સુધી છેલ્લી અણી પર એવી જ ચર્ચા ચાલતી હતી કે, શાહનવાઝને પાછા સિમાંચલ મોકલી દેવાશે. કારણ કે, ત્યાં અલ્પસંખ્યક બહુમતી વાળા વિસ્તારમાં કિશનગંઝ અથવા તો અરરિયામાંથી ઉમેદવાર બનાવી શકે છે. જો કે, એવું પણ ન થયું. પાર્ટીએ તેમને ત્યાં પણ ટિકીટ ન આપી. પોતાનું પત્તું કપાઈ જવાથી તેમણે ટ્વીટના માધ્યમથી પોતાની હૈયાવરાળ કાઢી છે.
શાહનવાઝે આ તમામ માટે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર તથા તેમની પાર્ટી જદયુંને જવાબદાર કહ્યા છે. શાહનવાઝે ટ્વીટ કરી જણાવ્યું કે, નીતિશ કુમારે મારી સીટ ઝૂંટવી લીધી છે.