ETV Bharat / bharat

આંતરરાષ્ટ્રીય સ્તર માનવાધિકારના માનકો ભારત માટે પૂરતા નથી: શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, માનવાધિકારનો સૌથી મોટો દુશ્મન આતંકવાદ અને નક્સલવાદ છે. એમણે કહ્યું કે, જેવી રીતે ભારત સરકાર એક તરફ પોલીસ અત્યાચારથી થતા મોત સામે ઝીરો ટોલરન્સની નીતિ પર અડગ છે. તેવી રીતે આતંકવાદ અને નક્સવલાદ પ્રતિ પણ એ જ નીતિ છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર નિર્ધારીત માનવ અધિકારોનું ધોરણ પૂરતું નથી: શાહ
author img

By

Published : Oct 13, 2019, 2:54 PM IST

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, આંતરરાષ્ટ્રીય સ્તર પર માનવાધિકારના રક્ષણ અને સુરક્ષા માટે જે ધોરણ બનાવવામાં આવ્યું છે, તે ભારત જેવા દેશો માટે પૂરતું નથી. શાહે કહ્યું આના બંધન અને ક્ષેત્રમાં રહીને જો આપણે માનવાધિકાર પર વિચાર કરીશું તો દેશની સમસ્યાઓને નાબુદ કરવામાં લગભગ સફળ થશું.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના 26માં સ્થાપના દિવસ પર શનિવારે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં શાહે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર માનવાધિકારના રક્ષણ અને સુરક્ષા માટે જે ધોરણ બનાવવામાં આવ્યાં છે, તે ભારત જેવા દેશ માટે પૂરતાં નથી.

આનાં બંધન અને ક્ષેત્રમાં રહીને જો માનવાધિકાર અંગે વિચાર કરવામાં આવે તો આપણે દેશની સમસ્યાઓને સમાપ્ત કરવામાં લગભગ સફળ થશું. આપણે આના ક્ષેત્રની બહાર ઉઠીને નવા દૃષ્ટિકોણથી આપણા દેશની સમાસ્યાઓને સમજવી પડશે અને તેનું સમાધાન શોધવું પડશે.

આઝાદીના 70 વર્ષ સુધી દેશમાં 5 કરોડ લોકો પાસે ઘર નહોતા. કરોડો લોકોના ઘરમાં વિજળી પર્યાપ્ત નહોતી. 50 કરોડ લોકો પાસે સ્વાસ્થ્ય સુરક્ષા અને મહિલાઓ માટે શૌચાલય ઉપલબ્ધ નહોતા. શું આ તમામ માનવાધિકારનું ખંડન નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.