દેહરાદૂન : ઉત્તરાખંડમાં એક વખત ફરીથી કુદરતે રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સૌથી વધુ નુકસના કુમાઉં વિસ્તારના પિથૌરાગઢ જિલ્લામાં થઈ રહ્યું છે. 3 દિવસ પહેલા વરસેલા વરસાદ અને ભૂસ્ખલનથી કેટલાક લોકોના મોત થયા હતા. આજે ફરી ભારે વરસાદ ખાબકતા પિથૌરાગઢના મુનસ્યારી, બાગપાની, મલકોટ અને જૌલજીબી વિસ્તારોમાં વરસાદથી તબાહી મચી છે.
મુશળધાર વરસાદથી નદીઓમાં પુર આવવાથી અનેક પુલને નુકશાન પહોચ્યું છે. કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે.બાગપાની, મુનસ્યારી, મદકોટ,જૌલજીબી-પિથૌરાગઢ રસ્તાઓને નુકસાન પહોચ્યું છે. લુમતી બગીચા બગડમાં વધુ નુકસાન થયાના સામાચાર સામે આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, લોકો ધર ખાલી કરી રહ્યા છે. ટોકડીમાં મેતલીને જોડનાર બધા જ રસ્તાઓ બંધ કરાયા છે.