મુંબઇ: ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં છેલ્લા 12 કલાકમાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં સાત પરપ્રાંતિય મજૂરોનાં મોત થયા છે. જ્યારે અન્ય લોકોનેગંભીર ઈઝા પહોંચી છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
યાવતમાલ દુર્ઘટનામાં 4 ના મોત, 15 ઇજાગ્રસ્ત
મહારાષ્ટ્રના યાવતમાલમાં મંગળવારે વહેલી સવારે એક બસ સાથે ટ્રક ટક્કર મારતાં ચાર પરપ્રાંતિય કામદારોના મોત થયા હતા, અને 15 લોકોને ઈજા થઈ હતી.
મળતી માહિતી પ્રમાણે, આ બસ રાજ્યના સોલાપુરથી ઝારખંડમાં સ્થળાંતર કરનારાઓને પરિવહન કરી રહી હતી.
યુપી અકસ્માતમાં 3 ના મોત, 12 ઇજાગ્રસ્ત
સોમવારે મોડી રાત્રે ઝાંસી-મિર્ઝાપુર હાઇવે પર એક ટ્રક પલટી જતા ત્રણ પરપ્રાંતિય મજૂર મોતને ભેટ્યા હતા અને 12 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા.
અહેવાલો અનુસાર, વાહન 17 વ્યક્તિને લઇને જઇ રહ્યું હતું. તે દરમિયાન ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.