શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ નેતા મુઝફ્ફર હુસેન બેગએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)સાથે છેડો ફાડ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (ડીડીસી)ની ચૂંટણીઓ માટે પીપલ્સ અલાયન્સ ફોર ગ્રુપ ડિક્લેરેશન (પીએજીડી)માં બેઠક વહેંચણી અંગે નારાજગી વ્યક્ત કરી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મુઝફ્ફર હુસેન બેગએ આ નિર્ણય લીધો છે.
મુઝફ્ફર હુસેન બેગના આ નિર્ણયથી ઘાટીના આ રાજકારણમાં નવા સમીકરણ થવાની અપેક્ષા છે. એવું માનવામાં આવે છે કે અન્ય ઘણા મોટા નેતાઓ પણ પીડીપી છોડી શકે છે.
મુઝફ્ફર હુસેન બેગ છેલ્લા છ વર્ષથી પીડીપીમાં પોતાની અવગણના અનુભવતા હતા. માનવામાં આવી રહ્યું છે કે, તે પીડીપીથી છૂટા થઈ જશે અને નવી પીડીપી પાર્ટી બનાવશે, પરંતુ બેગે ક્યારેય પણ તેમને જાહેરમાં આ વાતને નકારી નથી.
લગભગ બે વર્ષ પહેલા જ્યારે પીડીપીમાં વિભાજન થયું હતું ત્યારે તેવુ માનવામાં આવતું હતું કે, બેગ ટૂંક સમયમાં મહેબૂબા મુફ્તીને પાર્ટી અધ્યક્ષ પદ પરથી હટાવી, પોતે પ્રમુખ બની જશે.