બેંગ્લુરૂઃ IAS અધિકારી બી એમ વિજય શંકર મંગળવારે રાત્રે બેંગ્લુરૂમાં પોતાના ઘરે મૃત મળી આવ્યા હતા. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી હતી. CBI ચાર હજાર કરોડ રુપિયાના આઇએમએ પોંજી સ્કેમમાં શંકર વિરુદ્ધ કેસ ચલાવવા ઇચ્છતી હતી.
પોલીસ અનુસાર, બેંગ્લુરૂ શહેરી જિલ્લાના પૂર્વ ડેપ્યુટી કમિશ્નર શંકર જયાનગરમાં પોતાના ઘરેથી મૃત મળી આવ્યા હતા. તેમણે વધુમાં માહિતી ન આપતા જણાવ્યું હતું કે, આ સત્ય છે કે, તે પોતાના ઘરે મૃત મળી આવ્યા હતા.
વિજય શંકર પર આઇએમએ પોંજી સ્કેમને ઢાંકવા માટે કથિત રુપે લાંચ લેવાનો આરોપ હતો.
કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન એચડી કુમારસ્વામી નીત ગઠબંધન સરકારે 2019માં એક વિશેષ તપાલ દળનું ગઠન કર્યું હતું. જેણે શંકરની ધરપકડ કરી હતી. જે બાદ ભાજપ સરકારે આ કેસ CBIને સોંપ્યો હતો.
સીબીઆઇના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એજન્સીએ આ મામલે શંકર અને બે અન્ય લોકો વિરુદ્ધ કેસ ચલાવવા માટે રાજ્ય સરકાર પાસે અનુમતિ માગી હતી.
CBIએ આ મામલે બે વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ કેસ ચલાવવા માટે રાજ્ય સરકારની પરવાનગી માગી હતી. મળતી માહિતી મુજબ મોહમ્મદ મંસૂર ખાને 2013માં મોટી રકમ પરત કરવાનું વચન આપીને પોંજી સ્કેમ શરુ કર્યો હતો. આ કેસ તેની સાથે જ જોડાયેલો છે.