મહારાષ્ટ્રઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત કરશે. મોદી સરકારે 500 ઝૂંપડા ધરાવતી ઝૂંપડપટ્ટી ઢાંકવા દીવાલ બનાવી હતી. આ બાબતે શિવસેનાએ મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. શિનાસેનાએ કહ્યું કે, મોદી સરકાર હવે 'ગરીબી હટાવો'માંથી "ગરીબી છૂપાઓ' ફોર્મુલા પર આવી રહી છે. ભાજપના વિકાસની પોલ ખુલી રહી છે. શિવસેનાએ તેના મુખપત્ર 'સામના'ના તંત્રીલેખમાં આ વાત લખી છે.
24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે. ટ્રમ્પ ગુજરાતમાં 'નમસ્તે ટ્રમ્પ' નામના કાર્યક્રમમાં ભાગ લેશે. ટ્રમ્પના આ પ્રવાસની તૈયારી જોરશોરથી થઈ રહી છે. અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના રસ્તામાં આવતી ઝુપ્પડપટ્ટીને છૂપાવવા માટે દિવાલ ચણવામાં આવી રહી છે.
આ બાબતે શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ જણાવ્યુ કે, ટ્રમ્પની ગુજરાત મુલાકાતને કારણે ઝૂંપડપટ્ટીને છૂપાવવા માટે દીવાલ બનાવવામાં આવી રહી છે. આ દીવાલ બનાવીને સાબિત શું કરવા માગે છે? તેમણે કહ્યું કે, ભારત અંગ્રેજી શાસનકાળથી જ ગુલામીવાળી માનસિકતા ધરાવે છે. 'સામના'માં લખ્યું છે કે, આ દીવાલ બનાવી ગુલામીવાળી માનસિકતા દર્શાવી રહ્યા છે.
શિવસેનાએ ટ્રમ્પની પણ જાટકણી કાઢી હતી. ટ્રમ્પ વિશે શિવસેનાએ કહ્યું કે, ટ્રમ્પ કોઈ સારા નેતા કે શાસક નથી, કે તેમના માટે આ બધી તૈયારીઓ કરવામાં આવે. શિવસેનાએ સવાલ કર્યો કે, શું તેઓ 'નમસ્તે ટ્રમ્પ'થી 'હાઉડી મોદી'ના ઋણ ચૂકવી રહ્યાં છે?
શિવસેનાએ મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, મોદીને વિકાસ પુરૂષ કહેવામાં આવે છે, તો આ તે કેવા વિકાસ પુરૂષ છે? શું દેશની ગરીબી છૂપાવીને વિકાસ થાય છે. મોદીને સમજી લેવું જોઈએ કે, તેમને હાલ દેશના વડાપ્રધાન છે અને લાંબા સમય માટે ગુજરાતનાં મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે, તેમ છતાં ગુજરાતમાં ગરીબી કેમ છે?