બાબરી ધ્વંસની 27મી વર્ષગાંઠને ધ્યાને રાખી પોલીસે હાઈ એલર્ટ જાહેર કર્યું છે અને સમગ્ર અયોધ્યામાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.
રામ શાસ્ત્રીએ મીડિયાને જણાવ્યું કે, 6 ડિસેમ્બરે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા 9 નવેમ્બરના સુઘી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, ચુકાદાના દિવસે જેવી જ સુરક્ષા વ્યવસ્થા આજે પણ રાખવામાં આવશે.
આ સાથે અયોધ્યાના વરિષ્ઠ પોલીસ અધ્યક્ષ આશીષ તિવારીએ કહ્યું કે, સમગ્ર જિલ્લાને 4 ક્ષેત્રોમાં, 10 સેક્ટર અને 14 ઉપ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યા છે.
તિવારીએ કહ્યું કે, 305 અસામાજીક તત્વોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત નવ ત્વરિત એક્શન ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
તેમણે કહ્યું, 'કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે પાંચ ધરપકડ પક્ષની રચના કરવામાં આવી છે. આ સિવાય 10 અસ્થાયી કારાવાસ બનાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જનતાને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ અફવાનો શિકાર ન બને અને સજાગ રહે.