સતના (મધ્યપ્રદેશ): મધ્યપ્રદેશના સતના રેલ્વે સ્ટેશન પર બુધવારે બિહાર જતી વિશેષ ટ્રેનમાં સવારના ફૂડ પેકેટોને લઈને પરપ્રાંતિય મજૂરોમાં બોલાચાલી થઈ હતી.
કોચની અંદર બનેલી આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. નજરે જોનારા સાક્ષીઓના જણાવ્યા અનુસાર, બપોરે 1:30 કલાકની આસપાસ ટ્રેન સતના ખાતે અટકી ત્યારે અથડામણ સર્જાઇ હતી.
સતના ખાતે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) ના સ્ટેશન ઇનચાર્જ માન સિંહે જણાવ્યું હતું કે, આ વિવાદ ફુડ પેકેટ્સ અંગે હોવાનો આક્ષેપ થયો હતો. પરંતુ કોઈએ ફરિયાદ નોંધાવી ન હતી અને ટ્રેન બપોરે લગભગ 2 કલાકે રવાના થઈ હતી. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કોચમાં મુસાફરો એક બીજાને મારતા હતા, કેટલાક લોકો તેમના બેલ્ટનો ઉપયોગ કરતા હતા.
તેઓએ માસ્ક પહેર્યા ન હતા. પ્રત્યક્ષ-સાક્ષીઓએ જણાવ્યું હતું કે, અથડામણ લગભગ 10 મિનિટ પહેલાં જ બંધ થઈ હતી અને ટ્રેન રવાના થઈ હતી, અને ઓછામાં ઓછા કેટલાક મુસાફરો ઘાયલ થયા હતા.
નોંધનીય છે કે, મુંબઇ નજીક કલ્યાણથી પ્રવાસ શરૂ કરનારી આ ટ્રેનમાં લોકડાઉનના કારણે મહારાષ્ટ્રમાં ફસાયેલા આશરે 1,200 સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે.