માત્ર 2 કલાકના અંતરે ચંદ્રયાન સાથે અચાનક સંપર્ક તૂટ્યો
ચંદ્ર અને ચંદ્રયાન-2 વચ્ચે આશરે બે કલાકનું જ અંતર હતું, ત્યારે અચાનક સંપર્ક તૂટી ગયો હતો. અનેક પ્રયાસો છતાં સંપર્ક થઈ ન શકતાં આ મિશનને અટકાવવામાં આવ્યું હતું. મને ગૌરવ એ છે કે, દેશના લોકોએ ISROના પ્રયાસને માન આપ્યું છે.
બની શકે ચંદ્રયાન સાથે ફરીથી સંપર્ક થાય
ચંદ્રયાન અચાનક ખામી સર્જાવવાને કારણે તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તે ચંદ્ર પર લેન્ડ થયું છે કે નહીં. તેના વિશે આપણને કોઈ માહિતી નથી. જો ચંદ્રયાન લેન્ડ થયું પણ હશે તો તે ચંદ્ર પર ફરતું રહેશે. બની શકે કે, આપણો તેની સાથે ફરીથી સંપર્ક થાય અને આપણને મહત્વની જાણકારી મળે.
મિશનને નિષ્ફળ ન કહી શકાય
ચંદ્રયાન-2ના મિશનને નિષ્ફળ એટલા માટે ન કહી શકાય કારણ કે, હજુ પણ ઓર્બાઇટર ચંદ્રની પ્રદશિક્ષા કરી રહ્યું છે. તેની સાથે કેટલાંક પ્રયોગો કરવામાં આવ્યાં છે. જે હજુ પણ યથાવત છે. અમે પ્રયોગોને જોઈ રહ્યાં છે. તેના પરિણામ આગામી દિવસોમાં મળશે. આ ઓર્બાઈટર એક વર્ષ સુધી ચંદ્રની પ્રદશિક્ષા કરશે. તેનાથી જરૂરી માહિતી મળતી રહેશે. આ મિશન ખામી આપણને આગામી મિશન વખતે મદદરૂપ થશે. એટલે હતાશ થવાની જરૂર નથી.
દરેક મિશનમાં નિષ્ફળતાની શક્યતા હોય જ છે
દરેક સફળતામાં નિષ્ફળતાના અંશ તો હોય છે પણ આપણે સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આ પણ મિશન હતું. જેમાં નિષ્ફળતાના અંશ હતા જ જે થયું તેનાથી હતાશ થવાની જરૂર નથી. પણ તેનાથી બમણો પ્રયાસ કરીને નવા મિશનની શરૂઆત કરવી જોઈએ.