ન્યૂઝડેસ્ક : કોરોનાના સંકટનો વિશ્વ સામનો કરી રહ્યો છે, ત્યારે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)ની પણ ગંભીર અછત ઊભી થઈ છે. તેના કારણે આરોગ્યનો સ્ટાફ આમ પણ ઓછો છે તેમની સામે વધારે જોખમ ઊભું થયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે અત્યાર દુનિયામાં 60 જેટલો ઓછો નર્સિંગ સ્ટાફ દુનિયા પાસે છે.
આરોગ્ય તંત્રમાં નર્સની ભૂમિકા અગત્યની હોય છે તેની નોંધ લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ નર્સીસ અને નર્સિંગ નાઉ સાથે મળીને આ અહેવાલ તૈયાર કર્યો છે. અહેવાલ અનુસાર વિશ્વમાં અત્યારે માત્ર 2.8 કરોડથી થોડા ઓછા નર્સિંગ કર્મચારીઓ છે અને વૈશ્વિક રીતે 59 લાખની અછત છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર “વિશ્વભરમાં 2.8 કરોડથી થોડો ઓછો નર્સિંગ સ્ટાફ વિશ્વભરમાં છે. 2013થી 2018ની વચ્ચે નર્સિંગ સ્ટાફની સંખ્યામાં 47 લાખનો વધારો થયો છે. તેમ છતાં હજીય દુનિયાભરમાં જરૂરિયાત સામે 59 નર્સિંગ કર્મચારીઓ ઓછા છે. સૌથી વધુ અછત આફ્રિકા, અગ્નિ એશિયા, પૂર્વ મેડિટરેનિયન અને લેટીન અમેરિકાના કેટલાક દેશોમાં છે.”
મહામારીમાં આગળ રહીને લડત આપવામાં નર્સીઝની ભૂમિકા અગત્યની બની રહી છે, ત્યારે WHOના ડિરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ એબાનોમ ગેબ્રેયેસસ કહે છે, “નર્સીઝ આરોગ્ય તંત્રની કરોડરજ્જુ છે... આ અહેવાલ ફરીથી એ યાદ અપાવે છે કે તેમની ભૂમિકા કેટલી અગત્યનું છે. સાથે જ જાગૃત્તિ માટેનો સંદેશ છે કે તેમને મદદરૂપ થવામાં આવે, જેથી દુનિયાને તંદુરસ્ત રાખી શકાય.”
વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલમાં દેશોને અરજ કરવામાં આવી છે કે આરોગ્ય તંત્રમાં નર્સીઝની જગ્યા ખાલી પડી હોય તે ઝડપથી ભરવામાં આવી. સાથે જ નર્સિંગ અભ્યાસ, તાલીમ, નોકરી અને લીડરશીપ ઊભી કરવા પાછળ મૂડીરોકાણ કરવામાં આવે.
નર્સિંગ સ્ટાફમાંથી ઘણાએ સોશ્યલ મીડિયામાં આવીને હાલમાં પ્રોટેક્ટિવ ગિયરની અછત છે તેની ચિંતા પણ વ્યક્ત કરેલી છે. તેને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.
COVID-19 સામેની લડાઈ: WHOના અંદાજ પ્રમાણે 59 લાખ નર્સોની અછત - પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઑફ નર્સીઝ (ICN) તથા નર્સિંગ નાઉ દ્વારા સંયુક્ત રીતે જાહેર કરાયેલા અહેવાલ અનુસાર દુનિયાભરમાં અત્યારે 59 લાખ નર્સોની અછત છે.