નવી દિલ્હી : રાજસ્થાનની ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રાજસ્થાન હાઇકોર્ટમાં બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી થઇ ગઇ છે. સ્પીકરની કાર્યવાહી પર શુક્રવાર (24 જુલાઇ) સુધી રોક લગાવવામાં આવી છે.
રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સી.પી. જોશીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, કોંગ્રેસના 19 બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયક કાર્યવાહીને 24 જુલાઈ સુધી અટકાવવાનો હાઇકોર્ટને કોઈ અધિકાર નથી. આ બળવાખોર ધારાસભ્યોમાં સચિન પાયલોટ પણ સામેલ છે.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો હતો. હવે આગામી સુનાવણી સોમવારે થશે. સોમવાર સુધી પાયલોટ અને તેના સમર્થક ધારાસભ્યોને સ્પીકર સસ્પેન્ડ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કોઈ સાધારણ વાત નથી. ન્યાયાધીશે કહ્યું કે, તેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, ધારાસભ્યો સામે ગેરલાયકાતની કાર્યવાહી સ્વીકાર્ય છે કે નહીં.
અગાઉ સ્પીકરે હાઇકોર્ટના તે આદેશને પડકાર્યો હતો. સચિન પાયલટ અને તેમના જૂથના 18 ધારાસભ્યો વિરૂદ્ધ કાર્યવાહી ન કરવાની વાત કહી હતી. સીપી જોશીએ કહ્યું કે, સ્પીકર પાસે કારણ દર્શક નોટીસ આપવાનો અધિકાર છે.સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ 23 જુલાઇ (ગુરુવાર)ની કાર્યસૂચી અનુસાર ન્યાયામૂર્તિ અરૂણ મિશ્રા, ન્યાયામૂર્તિ બી.આર. ગવાઈ અને કૃષ્ણ મુરારીની પીઠ આ અરજી પર સુનાવણી કરી હતી.
વિધાનસભા અધ્યક્ષ (સ્પીકર) સી.પી. જોશીએ સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે, ન્યાયતંત્ર પાસેથી ક્યારેય આવી અપેક્ષા રાખવામાં આવતી નહોતી કે, તે આ બાબતોમાં દખલ કરે જેનાથી બંધારણીય ગતિરોધ થાય.તેમની અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે, બંધારણની 10 મી અનુસૂચી હેઠળ ગેરલાયકાતની કાર્યવાહી વિધાનસભાની કામગીરી છે. તેમાં દખલ કરી શકાતી નથી.
રાજસ્થાન હાઈકોર્ટની સીજે ઇન્દ્રજિત મહંતિની ખંડપીઠે પાઇલટ જૂથની નોટિસને સ્પીકરને પડકારતી અરજી પર સુનાવણી પૂર્ણ કરી છે. આ સુનાવણી 21 જુલાઈએ પૂર્ણ થઈ હતી, જેના આધારે 24 જુલાઇએ ચુકાદો આપવામાં આવશે.
સ્પીકર જોશી દ્વારા એસએલપી દાખલ થયા બાદ સચિન પાયલોટ જૂથે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. કેવિએટમાં વિનંતી કરવામાં આવી છે કે, તેનો પક્ષ સાંભળ્યા વિના કોઈ એકપક્ષીય આદેશ જાહેર ન કરે.
કેવિએટ અરજી એટલે શું
કેવિએટ અરજી એટલે એવી અરજી જેમાં કોર્ટને વિનંતી કરવામાં આવે છે કે, કોઈ ચોક્કસ અરજી પર સુનાવણી કરતી વખતે અરજદારને પણ સાંભળવામાં આવે.