નવી દિલ્હી: પુરીની જગન્નાથજીની રથયાત્રા પર રોકના તેના આદેશમાં સુધારાની માગ સાથે થયેલી અરજીઓ અંગે આજે સુપ્રીમકોર્ટ સુનાવણી કરશે. કોર્ટે 18 જૂને પુરી સહિત રાજ્યમાં વિવિધ સ્થળે યોજાતી રથયાત્રા પર રોક લગાવતાં કહ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભીડને મંજૂરી ન આપી શકાય.
આ અંગે સુપ્રીમકોર્ટમાં 4 રિવ્યૂ પીટિશન દાખલ કરવામાં આવી છે. જે અંગે જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ આજે સુનાવણી કરશે. જગન્નાથ મંદિર સમિતિ, ગોવર્ધન પીઠ, પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત ઘણા સંગઠનોએ પુરીની રથયાત્રા પરની રોક હટાવવા માગ કરી છે.