નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોરોના વાઇરસને કારણે લોકડાઉન દરમિયાન મજૂરોને સંપૂર્ણ વેતન આપવાની કેન્દ્રની સૂચના પર ચૂકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટ આ કેસમાં 12 જૂને પોતાનો ચૂકાદો આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ત્યાં સુધી તે કારખાના / નોકરીદાતાઓ સામે કડક પગલા લેવામાં આવશે નહીં કે જેમણે કામદારોને વેતન નથી આપ્યું.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ત્રણ દિવસમાં તમામ પક્ષો પોતાની લેખિત દલીલો દાખલ કરી શકે છે. સુપ્રિમ કોર્ટમાં 29 માર્ચના રોજ કેન્દ્ર સરકારની સૂચના અંગે ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. ઉપરાંત, આ સૂચનાને અનેક ફેક્ટરીઓ અને ઉદ્યોગો વતી અરજી દાખલ કરીને પડકાર આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં યુ-ટર્ન લેતા કેન્દ્ર સરકારે હવે કહ્યું હતું કે, લોકડાઉન સમયગાળા દરમિયાન કામદારોને વેતનની ચૂકવણી એ એમ્પ્લોયર અને કર્મચારીઓ વચ્ચેની બાબત છે. કેન્દ્ર સરકાર આમાં દખલ કરશે નહીં. કેન્દ્રનું કહેવું છે કે, કામના સ્થળેથી સ્થળાંતર કરનારાઓને તેમના ઘરે જવા માટે સંપૂર્ણ વેતના ચૂકવવા માટે આદેશ આપ્યો હતો.
કેન્દ્ર વતી એજીના કે વેણુગોપાલે કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે અર્થતંત્ર ફરી શરૂ થાય. લોકડાઉન સમયગાળા માટે કેટલો પગાર ચૂકવવામાં આવી શકે છે તે નિયોક્તા અને કર્મચારીઓએ એકબીજા સાથે વાત કરીને નક્કી કરી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ અશોક ભૂષણએ કહ્યું કે, આ 54 દિવસના પગાર માટે માલિકો અને કામદારો એક બીજા સાથે વાતચીત કરે. તેઓએ શું કરવું છે? જસ્ટિસ એસ કે કૌલે કહ્યું કે, એક તરફ તમે કહો છો કે તમે કામદારોના ખિસ્સામાં પૈસા હોવા જોઇએ. અને હવે સમાધાન માટે વાત કરવાનું કહી રહ્યા છો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારે ઔદ્યોગિક વિવાદ કાયદાની જોગવાઈઓને લાગુ નથી કરી, પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કર્યો છે. શું સરકારને આદેશ આપવાનો અધિકાર છે કે, કામદારોને સંપૂર્ણ વેતન ચૂકવવામાં આવે? ચૂકવણી કરવાની જરૂરિયાત 50 ટકા હોઈ શકે છે, પરંતુ કેન્દ્રએ 100 ટકા ચૂકવવા નિર્દેશ આપ્યો છે. 10 ટકા વેતન ચૂતવણી ઉદ્યોગો માટે શક્ય નથી.