નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોવિડ -19 મહામારીથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે વૈકલ્પિક દવાઓ શોધવાની મંજૂરી આપવા પર ઇનકાર કર્યો છે.
જસ્ટિસ એન.વી. રમન્ના, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ બી.આર. ગવઈની ત્રણ સભ્યોની બેંચે ડો.સી.આર. શિવરામની જનહિતની અરજી પર બુધવારે વિસ્તારથી સુનાવણી કર્યા બાદ કોરોનાની વૈકલ્પિક દવા પર શોધ કરવાની અરજીને ફગાવી દેવામાં આવી હતી.
બેંચે આ અરજીની સુનાવણી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરી હતી. આ સમય દરમિયાન, અરજદારની સલાહકારે કહ્યું કે, કોરોના વાઇરસની સારવાર માટે કોઈ દવા ઉપલબ્ધ નથી, તેથી વૈકલ્પિક હોમિયોપેથીક દવાઓથી તેની સારવારની સંભાવના શોધવી જોઈએ.
જોકે, ખંડપીઠે કહ્યું,કે 'કોરોના એક નવો વાઇરસ છે. અમે આ માટે વૈકલ્પિક હોમિયોપેથીક દવાઓ ઉપયોગ કરી શકતા નથી. નિષ્ણાતોને તેની સારવાર માટે રસી તૈયાર કરવા દો.,થોડી રાહ જુઓ.