નવી દિલ્હી: અયોધ્યામાં ખોદકામ દરમિયાન મળી આવેલી કલાકૃતિઓ/મુર્તિઓના સંરક્ષણને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીને પાયાવિહોણી ગણીને નકારી કાઢી છે.
સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં ખોદકામ દરમિયાન મળેલી મૂર્તિઓને લઇને કરેલી અરજીને નકારી છે.
જજ અરૂણ મિશ્રની આગેવાનીની બેંચે અરજીની સુનાવણીને ખંડીત કરનારી જણાવી હતી. સુપ્રીમ કોર્ટે આ સાથે બંને અરજીકર્તાઓને એક-એક લાખ રૂપિયા દંડ પણ ફટકાર્યો છે.
આ તકે જજે સુનાવણી કરતા જણાવ્યું કે પાયાવિનાની અરજીઓ કરવાનું બંધ કરો. તેનાથી તમારો શું મતલબ છે? શું તમે કહી રહ્યાં છો કે કાયદાનું શાસન છે અને કોર્ટના નિર્ણયનું કોઇ પાલન નહીં કરે?