નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની નવ સભ્યોની ખંડપીઠે ગુરુવારે મહિલાઓ સાથેના ભેદભાવને લગતી બાબતો પર સુનાવણી શરૂ કરી છે. સબરીમાલા કેસમાં અદાલત નિર્ણય કરશે કે, તે સુધારેલા અધિકાર ક્ષેત્ર હેઠળ તેની મર્યાદિત શક્તિનો ઉપયોગ કરીને મોટી બેંચને કાનૂની પ્રશ્નો મોકલી શકે કે નહીં.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, આ કેસમાં સબરીમાલાની સમીક્ષા અરજીનો સંદર્ભ લઈ શકાય નહીં. તેમણે કહ્યું કે, જેના આધારે દલીલો આપવામાં આવી રહી છે તે ખામીયુક્ત છે. તુષાર મહેતાએ કહ્યું કે, આ કેસના પક્ષકારો વચ્ચેના સંદર્ભમાં કોઈ વિવાદ નથી, જે સુપ્રીમ કોર્ટે 14 ડિસેમ્બર, 2019 ના રોજ પસાર કરેલો આદેશ છે. આ અંગે, ચીફ જસ્ટિસ (સીજેઆઈ) બોબડેએ કહ્યું કે, પીઠ એક સમીક્ષા અરજી પર સુનાવણી કરી હતી. તુષાર મહેતાએ કહ્યું કે, સમીક્ષા અરજી અને મહિલાઓ વિરુદ્ધના ધાર્મિક ભેદભાવના કેસમાં નિર્ધારિત કરેલા પ્રશ્નોનો કોઈ સબંધ નથી.
મહેતા કહ્યું કે, આ કેસમાં આર્ટિકલ 26 અને 26ની વ્યાખ્યા સમજાવવી પડશે. મહેતાની દલીલ પર ન્યાયાધીશ નાગેશ્વરા રાવે પૂછ્યું કે, તમે કેમ કહી રહ્યા છો કે આ સમીક્ષા નથી, આ ન્યાયિક આદેશ સમીક્ષા અંગેનો હતો. તુષાર મહેતાના જવાબમાં સીજેઆઈ બોબડેએ કહ્યું કે, આજે આ મુદ્દો સાંભળશે. નવ જજોની બેંચની રચનાથી સાબિત થાય છે કે, કોર્ટ શિરુર મઠના ચુકાદાને ધ્યાનમાં રાખીને જરૂરી ધાર્મિક પ્રથાના મુદ્દાઓ પર વિચાર કરી રહી છે. આપણે કેટલા ન્યાયાધીશો બેંચની રચના કરી શકે છે તેની ચર્ચા કરી શકતા નથી. તુષાર મહેતાની દલીલો પર, જસ્ટિસ અશોક ભૂષણએ કહ્યું કે, સીજેઆઈ કોર્ટના ન્યાયિક આદેશ વિના પણ, તમે કેસને મોટી બેંચમાં મોકલી શકો છો.