નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સંરક્ષણ ગૃહોમાં રહેતા બાળકો અંગે સુઓ મોટો દાખલ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ચાઈલ્ડ વેલ્ફેર કમિટિ અને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડને કોરોના સંકટ વચ્ચે બાળકોના આરોગ્ય અંગે સમીક્ષા કરવાનો નિર્દેશ કર્યો છે.
સર્વોચ્ચ અદાલતે બાળકોના હિતમાં પગલાં ભરવાની જરૂરિયાતને સ્વીકારતાં કહ્યું કે, "કોવિડ-19 ભારતમાં તીવ્ર બની રહ્યો છે, તેથી બાળકમાં વાઈરસના ફેલાવાને રોકવા માટે પ્રાથમિકતા પર તાકીદે પગલાં લેવાની જરૂર છે."
સીડબ્લ્યુસી અને જેજેબીને કોર્ટ દ્વારા નિર્દેશ અપાયો છે કે, બાળકોને સીસીઆઈમાં રાખવાની જરૂર છે કે નહીં તેની સમીક્ષા કરવી, તેમની રૂચિ, આરોગ્ય અને સલામતીની ચિંતાને ધ્યાનમાં રાખીને તેમને છોડી શકાય છે.
બાળકોને COVID-19થી બચાવવા માટે વીડિયો સેશન લેવાની સલાહ આપવામાં આવી છે. બાળકોને ઘરે પાછા મોકલી ટેલિફોન દ્વારા કેસો પર દેખરેખ રાખવા અને જિલ્લા બાળ સુરક્ષા સમિતિઓ અને ફોસ્ટર કેર અને એડોપ્શન સમિતિઓ સાથે સંકલન કરવાની સલાહ આપવામાં આવી છે.
સંરક્ષણ ગૃહોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની એડવાઈઝરીનું પાલન કરવા, લોકોની અવરજવર ઘટાડવા, માસ્ક, સેનિટાઈઝર સહિતની જરુરી ચીજવસ્તુઓ વધારવાના આદેશ અપાયા છે.
બાળકોને કોઈપણ પ્રકારની ચિંતા અથવા તાણથી બચાવવા, તેમની સલામતી વિશે આશ્વાસન આપવું, તેમને જોડાવા માટે, ઓછામાં ઓછું વિક્ષેપો સાથે તેમની નિયમિતતા જાળવી રાખવી, રમતો રમીને અથવા પ્રવૃત્તિઓ કરીને તેમની સાથે સમય વિતાવવો વગેરેનો સમાવેશ થાય છે.
કોર્ટે એમ કહ્યું છે કે, શિસ્તતા જાળવવા માટે બાળકો સાથે કોઈ પણ પ્રકારની હિંસા ન કરવા સૂચના અપાઈ છે.