નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરી, વરિષ્ઠ પત્રકાર એન. રામ અને કાર્યકર્તા વકીલ પ્રશાંત ભૂષણને 'કોર્ટને બદનામ કરવા' માટે ગુનાહિત તિરસ્કાર સંબંધિત કાનૂની જોગવાઈઓની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પાછી ખેંચવાની મંજૂરી ગુરુવારે આપવામાં આવી હતી.
અરજદારો વતી સિનિયર એડવોકેટ રાજીવ ધવને જસ્ટીસ અરૂણ મિશ્રા, જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટીસ ક્રિષ્ના મુરારીની ખંડપીઠને કહ્યું હતું કે તેઓ આ અરજી પાછી ખેંચી લેવા માગે છે, કારણ કે આ જ બાબતે કોર્ટમાં ઘણી અરજીઓ પેન્ડીંગ છે અને તેઓ ઇચ્છતા નથી, આ અરજી તેની સાથે 'અટવાયેલી' રહે.
ખંડપીઠે અરજદારોને છૂટ સાથે અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી કે તેઓ સુપ્રીમ કોર્ટ ઉપરાંત યોગ્ય ન્યાયિક મંચ પર જઈ શકે છે.
અરજદારોએ અદાલતમાં 'કોર્ટને બદનામ' કરવા માટે ગુનાહિત તિરસ્કાર સંબંધિત કાનૂની જોગવાઈઓની બંધારણીય માન્યતાને પડકારતાં કહ્યું હતું કે તે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે.