મીડિયા સાથે વાત કરતા રાજ ઠાકરે જણાવ્યું હતું કે,"પ્રવાસીઓ આવે છે અને દેશભરમાં ફેલાય છે. રાજ્યોને તેનો બોજ ઉઠાવવો પડે છે. તે સ્થાનિક યુવાઓની નોકરી છીનવી લે છે. આવા પ્રવાસીઓને જ્યાં પણ તેમણે દેશ બહાર હાંકી કાઢવા જોઈએ."
એક બાજુ પ્રવાસી શરણાર્થીઓને નાગરિક દસ્તાવેજ અપાઈ રહ્યાં છે. ત્યારે રાજ ઠાકરે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય રજીસ્ટ્રર (NRC) લઈ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે.
આગળ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "135 કરોડ વસ્તી ધરાવતાં દેશમાં શું ખરેખર લોકોને બહારથી લાવવાની જરૂર છે? કે પછી ભારત શરણાર્થીઓની ધર્મશાળા બની ચૂક્યું છે. હજુ આપણી સમસ્યાનું નિવારણ નથી આવ્યું અને આપણે શરણાર્થિયોની નાગરિકતાને લઈ ઝઘડી રહ્યાં છે.
સરકારે નાગરિકતા કાયદો લાગું કરવા માટે સૌથી પહેલા એ નક્કી કરવું જોઈએ કે, સદિયોથી દેશમાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી કેટલાં પ્રવાસિઓ આવ્યાં છે. પછી તેમને શોધી દેશમાંથી કાઢી નાખવા જોઈએ."
આમસ નાગરિકતા કાયદાનો વિરોધ કરતાં રાજ ઠાકરે આકરા શબ્દોમાં ભાજપ સરકારની ઝાટકણી કાઢી હતી.