તેમણે કહ્યું કે, ચૂંટણી આગાઉ જે નક્કી કરવામાં આવ્યું હતું તે જ થશે .તેમણે કહ્યું કે ભાજપ તથા શિવસેના વચ્ચે મુખ્યપ્રધાનને લઇ કરાર થયો હતો, ત્યારે જ શિવસેના ગઠબંધન માટે તૈયાર થઇ હતી. રાઉતે કહ્યું કે,જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે તો આ લોકો સાથે અન્યાય થશે જેના માટે શિવસેના જવાબદાર નહીં હોય.
તેમને જ્યારે પુછવામાં આવ્યું કે, મુખ્યપ્રધાનના હોદ્દા માટે સહમતિ ક્યારે થશે તેના જવાબમાં તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલા પદ માટે નિર્ણય લેવામાં આવી ગયો છે.
રાઉતે સરકાર ગઠનને લઇ કોઇ પણ નવા પ્રસ્તાવને ફગાવતા કહ્યું કે,શિવસેના ચૂંટણી પહેલા જે નક્કી કરવામાં આવ્યું હતું તેના પર જ સરકાર ગઠન કરશે. તેમણે કહ્યું કે, જે અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું તેના ઉપર જ ચર્ચા કરવામાં આવશે.