સંજય રાઉતે સીમા રેખા પર વસવાટ કરેલા લોકોને મહારાષ્ટ્રમાં સમાવી લેવા જોઇએ તેવુ નિવેદન આપ્યા બાદ વધુમાં જણાવ્યું કે આ સમગ્ર મામલો પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે. પરંતુ, છેલ્લા 14 વર્ષથી વિચારણા હેઠળ છે. સુપ્રીમ કોર્ટ જે નિર્ણય આપશે તેનો સ્વીકાર કરીશુ. અહીં લાખો મરાઠી લોકો રહે છે. તે પોતાની ભાષાનું પાલન કરે છે.
રાઉતે વધુમાં કહ્યુ કે, ' હું કર્ણાટકના મુખ્ય પ્રધાનને અપીલ કરૂ છુ કે આ માત્ર સીમા વિવાદ છે, તેને ભાષાનો વિવાદ ન બનાવો. તેના સિવાય હું CM ઉદ્વવ ઠાકરેને પણ વાત કરીશ કે બંને રાજ્યના મુખ્ય પ્રધાન આ મામલાના નિકાલ પર ચર્ચા કરે.