હૈદરાબાદ: ભારતની સ્ટાર બેડમિંટન પ્લેયર સાઇના નહેવાલ ભાજપમાં જોડાઈ છે. સાઇના પહેલા યોગેશ્વર દત્ત, ક્રિકેટર ગૌતમ ગંભીર અને બબીતા ફોગાટ પણ ભાજપના જોડાઇ ચૂક્યા છે. તમને જણાવી દઇએ કે, સાઇના 2012 લંડન ઓલિયમ્પિક મહિલા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતનારી પ્રથમ ખેલાડી છે.

આ પહેલા સાઇના નેહવાલે થાઇલેન્ડ માસ્ટર્સના પ્રથમ સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ સેટમાં હાર બાદ બીજા સેટમાં તે મેચમાં પરત ફરી હતી. 47 મિનિટ સુધી ચાલેલા મેચમાં ડેનમાર્કની ખેલાડી લાઇન કેજર્સફીલ્ડે સાઇનાને 21-13, 17-21, 21-15થી હરાવી હતી.