અખિલેશે આ વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ કહ્યું હતું કે, આજે અમિરો અને ગરીબો વચ્ચે ખાઈ વધી રહી છે. ઉપરાંત અખિલેશે સેનામાં આહિર રેજીમેન્ટ તથા ગુજરાત રેજીમેન્ટ બનાવવાની પણ વાત કરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશે દેશને અનેક વડાપ્રધાન આપ્યા છે. જો આ વખતે પણ વડાપ્રધાન ઉત્તરપ્રદેશના હશે તો મને ઘણી ખુશી થશે.
અખિલેશે વધુમાં કહ્યું હતું કે, જીએસટીથી થોડો લાભ તો થયો છે પણ મોટા ભાગે નુકશાન જ થયું છે. નોટબંધીથી તો અનેક મોત થયા છે જેનો કોઈ રેકોર્ડ જ નથી. બેંકો ડૂબી રહી છે. અખિલેશે વધુમાં જણાવ્યું હતું કે, આપણા દેશમાં પ્રાથમિક શિક્ષણ તથા અન્ય શિક્ષણ કઈ રીતે થઈ રહ્યં છે તેના પર ધ્યાન આપવું જોઈએ.