સાક્ષી મહારાજને અહીં પ્રોટોકોલ સાથે પૂરી 2 મિનીટ સુધીનો સમય આપ્યો હતો. જ્યાં તેમણે સેંગરનો આભાર વ્યક્ત કર્યો હતો.
આપને જણાવી દઈએ કે, કુલદીપ સેંગર સામૂહિક દુષ્કર્મ તથા પિડીતાના પિતાની હત્યાના આરોપમાં 2 વર્ષની જેલ સજા ભોગવી રહ્યા છે.ગત વર્ષે જ પિડીતા તથા તેમના પરિવાર મુખ્યપ્રધાનના આવાસની સામે જ આત્મવિલોપન કરવાની ચિમકી આપ્યા બાદ આ ઘટનાઓ જોર પકડ્યુ હતું. આરોપી કુલદીપ સેંગરે ગત વર્ષે જૂન મહિનામાં સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ પિડીતાના પિતાની પણ હત્યા કરી દેવામાં આવી હતી. જેને લઈ સરકાર પર દબાણ વધતા ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી.