હાલ મહારાષ્ટ્રમાં સરકાર બનાવા બાબતે BJP અને શિવસેના વચ્ચે રસ્સાખેંચ ચાલી રહી છે. તે વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે શરદ પવાર સાથે તેમના દક્ષિણ મુંબઈ સ્થિત નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમણે જણાવ્યું કે, તેઓ શરદ પવારને દિવાળીની શુભચ્છા આપવા ગયા હતા. જ્યાં તેમની સાથે મહારાષ્ટ્રની વર્તમાન રાજનીતિ પર ચર્ચા થઈ હતી.
વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ 24 ઑક્ટોબરે પણ શરદ પવાર મુલાકાત કરી હતી, જો કે આ મુલાકાતને તેઓએ અંગત જણાવી ચર્ચા પર પૂર્ણવિરામ મુક્યો હતો.
મુખ્યપ્રધાનના પદને લઈને BJP અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, BJPને 105 સીટ, જ્યારે શિવસેના 56 સીટ મળી છે. NCPને 54 સીટ અને કોંગ્રેસને 44 સીટ મળી છે. રાજ્યમાં બહુમતીની સરકાર બનાવવા 145 સીટ જરૂરી છે. BJP અને શિવસેનાના ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી છે.
શિવસેના 50-50ના ફોર્મુલાની જીદ પર ચડી છે, જ્યારે BJP ધારાસભ્યો અને CM દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં સરકાર બનાવવા માગે છે. સામે પક્ષે શિવસેના પણ પોતની શરતો અને માંગણી સાથે બાંધછોડ કરવા તૈયાર નથી.
શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મુખ્યપ્રધાન બેન્ને પાર્ટીના નેતાને વારાફરતી બનાવવામાં આવશે એવા ફોર્મુલા મુજબ BJP સાથે ગઠબંધન કર્યું હતું, પરતું BJP આ ફોર્મુલા મુજબ કામ કરવાની ચોખ્ખી ના પાડે છે. BJP આગળના 5 વર્ષ દેવેન્દ્ર ફડણવીસ CM રહેશે એ વાતનું સમર્થન કરે છે.
આ પહેલા શિવસેના ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં એકનાથ શિંદેને નેતા તરીકે સ્વીકાર્યા હતા. જે પછી શિવસેનાના નેતાઓએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી.