કોલકાતાઃ સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા બંગાળી લેખક અને ઉપન્યાસ 'તીસ્તા પરેર વૃતાંતો' ના લેખક દેવેશ રોયનું કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. દેવેશ રોયના પરિજનોના જણાવ્યા અનુસાર બુધવારે તેમને શુગરની સમસ્યા વધી અને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી, જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હાર્ટ એટેકને કારણે ગુરુવારે રાત્રે 10.50 કલાકે તેમનું 84 વર્ષની વયે નિધન થયું હતું.
દેવેશ કેટલાય બાંગ્લા દૈનિક સમાચારોમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા હતા. હાલના દિવસોમાં દેશમાં ઉદારવાદીયો દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓના તે કટ્ટર આલોચક હતા. શારીરિક રીતે અસ્વસ્થ હોવા છતાં તેમણે કેટલાય વિરોધ સભાઓમાં ભાગ લીધો હતો.
તેમનો જન્મ વર્તમાન બાંગ્લાદેશમાં 17 ડિસેમ્બર, 1963માં પબનામાં થયો હતો. એક લેખકના રુપમાં તેણે પાંચ દશક સુધી કામ કર્યું હતું.
દેવેશે કેટલાય પુસ્તકો લખ્યા છે, જેમાંથી 'તીસ્તા પરેર વૃતાંતો' ચર્ચિત પુસ્તક છે. આ ઉપરાંત બોરિસાલેર જોગન મંડલ, માનુષ ખુન કોરે કેનો અને સામે અસામાયર વૃતાંતો જેવા પુસ્તકો તેમણે લખ્યા છે.