ભોપાલઃ દેશમાં કોરોના રોગચાળા સામે યુદ્ધ ચાલુ છે. આવી સ્થિતિમાં મધ્ય પ્રદેશમાં નેતાઓ વચ્ચે પોસ્ટર વોરનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભોપાલમાં ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના ગુમ થવાનાં પોસ્ટરો અલગ અલગ સ્થળોએ લગાવવામાં આવ્યા છે.
સાધ્વી પ્રજ્ઞાના પોસ્ટરમાં તે ભોપાલમાં રોગચાળાના સમયમાં ગુમ થયેલા બતાવવામાં આવ્યાં છે. આવી સ્થિતિમાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, ભાજપના સાંસદ ઈમરજન્સીમાં દેખાતા નથી.