જયપુર: રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે સોમવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે. સોમવારે સવારે સાડા 10 કલાકે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને આ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ ભાગ લેશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ સોમવારે જયપુરમાં યોજાનારી કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં હાજર રહેશે નહીં.
મુખ્ય પ્રધાન અશોક ગેહલોત તેમના નિવાસસ્થાન પર પાર્ટીના કેટલાક ધારાસભ્યો અને પ્રધાનો સાથે રવિવાર મોડી રાત સુધી રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. જ્યારે સોમવારે યોજાનારી બેઠકમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અવિનાશ પાંડે હાજર રહે તેવી સંભાવના છે.
રાજસ્થાન પોલીસ SOGએ મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, સરકારના મુખ્ય દંડક સહિત અન્ય ધારાસભ્યોને રાજ્ય સરકારને અસ્થિર બનાવે તેવા નિવેદનો આપવા બદલ નોટિસ ફટકારી છે.એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (SOG) અશોક રાઠોડે જણાવ્યું કે, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, સરકારના મુખ્ય દંડક સહિત અન્ય ધારાસભ્યોને નોટિસ ફટકારાઈ છે. આ પ્રક્રિયાનો એક ભાગ છે. આ બાબતે તપાસ વધુ તપાસ બાદ અન્ય જવાબદારોને પણ નોટિસ ફટકારવામાં આવશે.